ગાંધીનગર.
જૂની પેન્શન યોજના(ops) લાગુ કરવા માટે 2005 પછીના નિમણૂક પામેલા કર્મચારી આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં જૂની પેન્શન યોજનાનો લાભ 2005 પછીના કર્મચારીને મળે તે માટે વિધાનસભા કુચ કરવાની ચીમકી NOPRUF દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતમાં 5 લાખ કર્મચારી છે, જેમની 2005 બાદ નિમણૂક થઈ છે. આ 5 લાખ કર્મચારી આગામી 21 અને 22 સપ્ટેમ્બર મળનાર વિધાનસભા સત્રમાં વિરોધ પ્રદર્શન કરશે. 21 તારીખે કર્મચારીઓ વિધાનસભા માર્ચ કરશે. આ કર્મચારીઓ સાથે રાષ્ટ્રીય કર્મચારી સંગઠન પણ જોડાશે.
બે દિવસ અગાઉ કર્મચારીઓના પડતર પશ્નોને લઈને કર્મચારી મંડળના આગેવાનોએ સરકાર સાથે બેઠક કરીને સમાધાન કર્યું હતું. જો કે, 2005 પછીના કર્મચારીઓના પ્રશ્નનો નિકાલ કાર્ય વિના સમાધાન થતા કર્મચારીનો આગેવાનો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો
કર્મચારી આગેવાન દિગ્વિજયસિંહ જાડેજા અને ભીખાભાઇ પટેલ સામે કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. પાટણ ખાતે કર્મચારીઓ દ્વારા બન્ને આગેવાનો સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જો કે, બન્ને આગેવાનો પાસે કોઈ જવાબ ન હોવાથી પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા. આમ છતાં કર્મચારીઓએ પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો
રાજ્ય સરકારે વિરોધ કરી રહેલા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, શિક્ષકો શનિવારે માસ સીએલ પર રહીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. હજી પણ ગાંધીનગર ખાતે વિવિધ સંગઠનો દ્વારા જૂની પેન્શન યોજનનો લઈને વિરોધ પ્રદર્શન યથાવત રાખવામાં આવ્યા છે