Khel Mahakumbh 2026: જિલ્લા વહીવટીતંત્ર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા 'ખેલ મહાકુંભ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખેલાડીઓેને રમતગમત ક્ષેત્રે પોતાની દર્શાવવાની તક આપવા માટે આ વર્ષે અંદાજિત 39 વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરાશે, ઇચ્છુક ખેલાડીઓ 22 સપ્ટેમ્બર 2026 સુધીમાં ખેલ મહાકુંભના અધિકૃત ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવી શકશે,.
શાળાના વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત કેટેગરી
આ રમતોત્સવનું આયોજન શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા અને મનપા, પ્રદેશ અને રાજ્યકક્ષા સુધી કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ વયજૂથ નિર્ધારિત કરવામાં આવી છે. અંડર 9,અંડર 11, અંડર 14 અને અંડર 17 વયજૂથના શાળામાં ભણતા ખેલાડીઓએ પોતાની શાળા મારફતે ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ઓપન કેટેગરી અને કોલેજ છાત્રો માટે નિયમ
ખેલ મહાકુંભ 2026માં અરજી કરવા માંગતા કોલેજના વિદ્યાર્થીઓ અને ઓપન કેટેગરીના ખેલાડીઓએ ઓનલાઇન પોર્ટલ કે પોતાની કોલેજ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે, તેમજ ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારીએ તમામ રમતવીરોને પોતાની ખેલદીલી અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે મહત્તમ સંખ્યામાં ભાગ લેવા જણાવ્યું છે.
રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે
ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કરાવતી વખતે ખેલાડીએ બે રમતમાં એક જ આઇડીના ઉપયોગથી રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. જે તે રમતમાં જીતેલા ખેલાડીને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. તેમજ જે ખેલાડીનું અગાઉથી જ આઈડી છે તેઓને તે જૂના આઈડીથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, આ ઉપરાંત ખેલ મહાકુંભ 2026માં ઓપન ઓજ ગ્રુપના ખેલાડીઓ, 40થી 50 વર્ષના ખેલાડીઓ અને અભ્યાસ ન કરાતા ખેલાડીઓ પોતાની વયજૂથ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
