ICAIની WIRC ગાંધીનગર બ્રાંચ દ્વારા MSME સ્ટાર્ટઅપ યાત્રા 2024નું સફળતા પૂર્વક આયોજન

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 15 Sep 2024 03:40 PM (IST)Updated: Sun, 15 Sep 2024 03:40 PM (IST)
icais-wirc-gandhinagar-branch-successfully-organized-msme-startup-yatra-2024

Gandhinagar News: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની ગાંધીનગર બ્રાંચ, જે WIRC (Western India Regional Council) સાથે સંકળાયેલી છે, તેના હેઠળ MSME સ્ટાર્ટ અપ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CA બી.કે. ચાવડા (ચેરમેન, ICAI ગાંધીનગર બ્રાંચ) ઉપસ્થિત રહ્યા, તેમજ CA સાગર પરમાર (કોઓર્ડીનેટર)અને CA ઐશ્વર્યા જોશી (કોઓર્ડિનેટર) દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તરીકે દિનેશ સિંહ ચાવડા (વાઇસ પ્રેસિડન્ટ ગુજરાત સ્ટેટ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન)એ હાજરી આપી હતી અને DFO રૂપેશ મૌર્ય એ MSMEને મળતા વિવિધ સબસિડી અને ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ નવી શાખા ICAIની દીર્ઘદ્રષ્ટિ અને વિકાસશીલ વિચારધારા તરફ એક વધુ પગથિયું છે. જ્યાં MSME સ્ટાર્ટઅપ યાત્રા દ્વારા નાનાં અને મધ્યમ ઉદ્યોગોમાં (MSMEs) સાહસિકતા માટે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. CA અમી દેસાઈ દ્વારા MSME ને પ્રશ્નો અને ઉપાયો તથા નાણાકીય સહાય ની માહિતી અપવમાં આવી હતી. CA જૈમિન ગોસ્વામી દ્વારા MSME ને Large cap કઇ રીતે બનાવી શકાય તેની વિગતવાર માહિતી આપી હતી.
આ યાત્રાનો મુખ્ય હેતુ લોકોને સ્ટાર્ટઅપમાં પ્રવેશ કરવા અને આર્થિક વિકાસ માટે MSME ક્ષેત્રમાં સંભાવનાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરવાનો રહ્યો હતો. CA બી.કે. ચાવડાએ ઉદ્ઘાટન સમયે MSME ક્ષેત્રનું ભારતમાં મહત્વ અને તેની વિકસતી સંભાવનાઓ વિશે નિર્ભયતા પૂર્વક પ્રકાશ પાડ્યો.

CA સાગર પરમારે જણાવ્યું કે, આ યાત્રાનો હેતુ છે MSME અને સ્ટાર્ટઅપ જગત સાથે જોડાયેલા તમામ લોકોને માર્ગદર્શક માહિતી અને ઉપાયો પ્રદાન કરવું, જેથી નવા ઉદ્યોગો અને વ્યવસાયોને સ્થાપિત કરવા માટે જરૂરી સહાય મળી રહે. સાથે સાથે, આ નવી શાખા દ્વારા CA વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કિફાયતી દરે કોચિંગ ક્લાસીસની શરૂઆત કરવામાં આવી છે. આ ક્લાસીસમાં એકસપર્ટ CA ફેકલ્ટીઓ દ્વારા નિષ્ણાંત માર્ગદર્શન આપવામાં આવશે.

CA બી.કે. ચાવડાએ જણાવ્યું કે, આ નવી શાખા ગાંધીનગરમાં CA અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને માર્ગદર્શનની શ્રેષ્ઠ સવલતો પૂરી પાડશે. આ શાખા દ્વારા વિદ્યાર્થીઓને તેમની અભ્યાસક્રમની તૈયારી માટે ઉચ્ચ ગુણવત્તાવાળું સહકાર આપવામાં આવશે, જે તેમને તેમના વ્યાવસાયિક જીવનમાં વધુ ઉંચાઇઓ સર કરવા માટે મદદરૂપ થશે.