કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા જેનેસિસ નેક્સ્ટજેન સ્ટાર્ટઅપ સમિટના ગાંધીનગર એડિશનનું આયોજન કરવામાં આવ્યું

આ સમિટમાં ઊભરતી ટેક્નોલોજીના ક્ષેત્રમાં રહેલી તકો, ડીપ-ટેક ઇનોવેશન, સ્વદેશી હાર્ડવેરનું નિર્માણ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તેમજ સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત અને રોકાણ સાથે જોડવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 08:58 PM (IST)Updated: Sat, 17 Oct 2026 08:58 PM (IST)
gandhinagar-edition-of-genesis-nextgen-startup-summit-organized-by-karnavati-university-has-been-done

Gandhinagar News:ગાંધીનગરમાં 'જેનેસિસ નેક્સ્ટજેન સ્ટાર્ટઅપ સમિટ'ના આયોજન પ્રસંગે શુક્રવારે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને શિક્ષણવિદો એકત્રિત થયા હતા. આ સમિટમાં ઊભરતી ટેક્નોલોજીના ક્ષેત્રમાં રહેલી તકો, ડીપ-ટેક ઇનોવેશન, સ્વદેશી હાર્ડવેરનું નિર્માણ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તેમજ સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત અને રોકાણ સાથે જોડવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળના MeitY સ્ટાર્ટઅપ હબ ના સહયોગથી કર્ણાવતી યુનિવર્સિટી અને કર્ણાવતી ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન ફાઉન્ડેશન દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો એક મંચ પર એકત્રિત
થયા હતા અને ટેક્નોલોજી આધારિત વ્યવસાયોના વિકાસ તથા વિસ્તરણમાં રહેલા પડકારો અને તકો અંગે ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ પ્રદર્શન, નિષ્ણાતોનાં સત્રો, પેનલ ચર્ચાઓ અને જેનેસિસ આઈડિયા વર્લ્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે ઇનોવેટર્સ માટે પોસ્ટર પ્રેઝન્ટેશનનું એક મંચ છે. આ પ્રવૃત્તિઓ દ્વારા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને પોતાના વિચારો રજૂ કરવાની, પોતાના સોલ્યુશન્સ પ્રદર્શિત કરવાની તેમજ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને સંભવિત રોકાણકારો સાથે સંવાદ સાધવાની તક મળી હતી.

શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઉદ્યોગ વિભાગના સંયુક્ત કમિશનર આર ડી બરહટ્ટે ‘સ્ટાર્ટઅપ ગુજરાત’ થીમ હેઠળ ગુજરાતના ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાના ઇકોસિસ્ટમ વિશે વાત કરી હતી. MeitY સ્ટાર્ટઅપ
હબ ના CEO ડૉ. પનીરસેલ્વમ મદનગોપાલે જેનેસિસ પહેલ અને સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડવામાં MSHની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.



સમિટ અંગે વાત કરતાં કર્ણાવતી યુનિવર્સિટીના પ્રમુખ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને સફળ અને વ્યવહારુ વ્યવસાયમાં રૂપાંતરિત કરવા માટે માત્ર એક વિચાર પૂરતો નથી. તેના માટે ઉદ્યોગજગતના જ્ઞાન, યોગ્ય માર્ગદર્શન, રોકાણની તકો અને બજારની જરૂરિયાતોની સમજ હોવી પણ એટલી જ જરૂરી છે. જેનેસિસ જેવા મંચ ઇનોવેટર્સને પોતાનું કાર્ય રજૂ કરવાની અને તેમના વિચારો વાસ્તવિક જીવનની જરૂરિયાતોને કેવી રીતે પૂર્ણ કરી શકે છે તે સમજવાની તક પૂરી પાડે છે. કર્ણાવતી યુનિવર્સિટીમાં અમે આવા સંવાદોને શિક્ષણ,સંશોધન અને ઉદ્યોગસાહસિકતા વચ્ચેની એક મહત્ત્વપૂર્ણ કડી તરીકે જોઈએ છીએ.