Gandhinagar Rain: ગાંધીનગર વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, આગામી ચાર દિવસ જિલ્લામાં ભારે પવન સાથે માવઠાની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, ત્યારે ગઈકાલે સાંજે મીની વાવાઝોડું ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 06 May 2025 09:52 AM (IST)Updated: Tue, 06 May 2025 09:52 AM (IST)
heavy-rain-with-storm-in-gandhinagar-strong-winds-and-hailstorm-predicted-in-the-district-for-the-next-four-days

Gandhinagar Rain News: ગાંધીનગરના વાતાવરણમાં ગઈકાલે સાંજે અચાનક પલટો આવ્યો હતો. સમીસાંજે ધૂળની ડમરીઓ સાથે વાવઝોડું ફુંકાયું હતું. જે બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગાંધીનગર શહેર ઉપરાંત દહેગામ પંથકમાં છૂટા છવાયો વરસાદ નોંધાયો હતો. માણસામાં વાવાઝોડામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જ્યારે કલોલમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, જોકે મોડી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો. ગાંધીનગરમાં આગામી 4 દિવસ હજુ પણ આ પ્રકારના વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, ત્યારે ગઈકાલે સાંજે મીની વાવાઝોડું ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જેમાં શહેરમાં ચારેબાજુ ધૂળની સામ્રાજ્ય છવાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.વાતાવરણમાં ચારેબાજુ ધૂળ ફેલાતા વિઝિબિલીટી પણ ઘટી ગઈ હતી. જેને પગલે સાંજે અજળવાળામાં પણ વાહનોની લાઈટો ચાલુ કરી દેવાની ફરજ પડી હતી. ખાસ કરીને ટુ વ્હીલર લઈને નીકળેલા ઘણા વાહન ચાલકોની આંખમાં ધૂળ ભરાતા રીતસર ઉભા રહી જવાની ફરજ પડી હતી.

મીની વાવાઝોડા બાદ ગાંધીનગર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે કામથી બહાર નીકળેલા લોકોને ભીંજાવાનો વારો આવ્યો હતો. કામથી નીકળેલા લોકો ભારે વરસાદથી હેરાન-પરેશાન થઈ ગયા હતા. ગાંધીનગરમાં આગામી ચાર દિવસ હજુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જેને પગલે નગરજનોને ભર ઉનાળે છત્રી-રેઈનકોટ સાથે લઈને ફરવું પડે તેવી સ્થિતિ છે. ગાંધીનગર ઉપરાંત માણસા પંથકમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાંધીનગર શહેરમાં પડેલાં ભારે વરસાદને પગલે સહાય ફાઉન્ડેશ દ્વારા આયોજીત ૩૬ GNPL રમતોત્સવની ભવ્ય આતિશબાજી સાથેની પૂર્ણાહુતિ કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી હતી.