ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હવે કોઈ પણ ચૂંટણી નહીં લડે, CWCની જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને અપીલ

અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જગદીશ ઠાકોરનું સંબોધન- કહ્યું- 'ઘરના મોભીને ખબર પડવી જોઈએ કે, ક્યાં બગડી રહ્યું છે. CWCમાં પણ મારી જગ્યાએ કોઈ સારા વ્યક્તિને મૂકો'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Oct 2025 12:01 AM (IST)Updated: Wed, 08 Oct 2025 12:01 AM (IST)
gujarat-politics-congress-leader-jagdish-thakor-decide-not-to-contest-any-election
HIGHLIGHTS
  • જગદીશ ઠાકોરે પોતાના રાજકીય સન્યાસની વાતને રદિયો આપ્યો
  • નવી પેઢીના યુવાનોને રાજનીતિમાં તક મળે તે માટે નિર્ણય લીધો

Gandhinagar Gujarat Politics: ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વારા એકતરફ ભાજપ (BJP) સરકારને ઘેરવા માટે રાજ્યમાં ઠેર-ઠેર 'વોટ ચોર-ગાદી છોડ' અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઅને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

જન આક્રોશ જનસભામાં જગદીશ ઠાકોરે અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં ખુદને જવાબદારીથી મુક્ત કરવાની અપીલ કરી હતી. તેમણે ભાષણ આપતાં કહ્યું હતું, કે મેં નક્કી કર્યું છે કે હવે હું કોઈ ચૂંટણી નહીં લડું. મારી જગ્યાએ CWCમાં પણ કોઈ સારા લોકોને મૂકો. મારા પિતાએ ક્યારેય કલ્પના નહોતી કરી કે હું પંચાયતનો સભ્ય બનીશ. આ પ્રજા અને રાહુલ ગાંધીના પરિવારે મને ધારાસભ્ય, સાંસદ અને CWCનો સભ્ય બનાવ્યો. હું જીવું ત્યાં સુધી ઋણ ઉતારવામાં ક્યાંય પાછી પાની નહીં કરું.'

તાજેતરમાં જ જનઆક્રોશ જનસભાને સંબોધતા જગદીશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મેં નક્કી કર્યું છે કે, હવે મારે કોઈ પણ ચૂંટણી નથી લડવી. આમ એટલા માટે કે, ઘરના મોભીને ખબર પડવી જોઈએ કે, ક્યાં બગડી રહ્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં (CWC)માં પણ મારી જગ્યાએ કોઈ સારા વ્યક્તિને મૂકો. જે બાદ આજે વહેલી સવારથી સોશિયલ મીડિયામાં જગદીશ ઠાકોર રાજકીય સન્યાસ લેવા જઈ રહ્યા છે, તેવી અટકળોએ વહેતી થઈ હતી.

જો કે જગદીશ ઠાકોરે આ તમામ વાતોને રદ્દિયો આપતા જણાવ્યું કે, મારા રાજકીય સંન્યાસની વાતો તદ્દન ખોટી છે. મેં માત્ર આજીવન કોઈ પણ ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે. CWCની જવાબદારીમાંથી મુક્ત થવા પાછળ મારો હેતુ નવી પેઢી અને નવા યુવાનોને રાજનીતિમાં આગળ આવવાની તક આપવાનું છે.

મારા પિતાએ ક્યારેય કલ્પના પણ નહતી કરી કે, હું પંચાયતનો સભ્ય બનીશ. જો કે જનતા અને ગાંધી પરિવારે મને ધારાસભ્ય, સાંસદ અને CWCનો સભ્ય બનાવ્યો. હું 3 વખત લોકસભા લડ્યો, 2 વખત વિધાનસભા ચૂંટણી લડ્યો. કોંગ્રેસમાં આટલા બધા હોદ્દા મળ્યા પછી ક્યાંક તો મારે અટકવું કે નહીં. હું કોઈને જીતાડી શકું, તેવો મારે દાખલો બેસાડવાનો છે. બાકી હું જીવું છુ, ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું ઋણ ઉતારવામાં ક્યાંય પાછી પાની નહીં કરું.