Gujarat Police Bharti 2026: ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી થવા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર અને મોટા સમચાાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના હેઠળ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નવી 200 જગ્યાઓ ઊભી કરવાની સત્તવારા મંજૂરી આપી છે.
પીએસઆઈની 200 નવી જગ્યાઓ
સરકારના ગૃહ ખાતા દ્વારા 200 નવી પીએસઆઈની જગ્યાઓ અંગેનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો. ગૃહ વિભાગ દ્વારા તારીખ. 27 એપ્રિલ 2026ના મંજૂરી પત્રના આધારે મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશક કચેરી દ્વારા નવી સેવા વર્ષ 2026-27 હેઠળ દરખાસ્ત મોકલી હતી. જેને ગુજરાત સરકારે મંજૂર કરી છે. આ નવી મંજૂરી મળતાં જ 200 નવી પીએસઆઈની ભરતી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મંજબૂત થશે.
200 જગ્યાઓ પર પસંદગી પ્રક્રિયા
GSKY યોજના હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં 200 નવી પીએસઆઈની જગ્યાઓની ફાળવણી કરાશે. સરકારની મંજૂરી મુજબ આ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રવર્તમાન નિયમો અનુસાર જ હાથ ધરવામાં આવશે.
- વયમર્યાદા અને લાયકાત: ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને ઉંમરની શરતો ગુજરાત પોલીસ ભરતીના પ્રવર્તમાન નિયમોને આધારે રહેશે.
- નિમણૂક અને તાલીમ: પસંદગી પામેલા ઉમેદવારોને નિયમાનુસાર પોલીસ તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ પારદર્શક પદ્ધતિથી ગ્રામ્ય વિસ્તારોમાં નિમણૂક આપવામાં આવશે.
- ઉમેદવારોનું કૌશલ્ય: ઉમેદવાર માટે કમ્પ્યુટર કૌશલ્ય અને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ભાષાકીય પરીક્ષાની જોગવાઈઓ લાગુ પડશે.
નવી પીએસઆઈ પગાર ધોરણ
GSKY યોજના હેઠળની મંજૂર કરાયેલી 200 જગ્યાઓ માટેનો તમામ ખર્ચ ગુજરાત સરકારના બજેટમાંથી કરવામાં આવેલી જોગવાઈમાંથી કરાશે. તેમજ નિયુક્ત થનારા ઉમેદવારોને પગાર પેટે રુ.36.600થી રુ 1,16,600ની ચૂકવણી કરવામાં આવશે.
