વ્યારાના મુશ્કેલીમાં મુકાયેલા 800થી વધુ ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય, કુલ 8 કરોડની રકમ સીધી બેન્ક ખાતામાં જમા કરાવાશે

રાજ્યના કૃષિ અને સહકારમંત્રી જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, વ્યારા સુગર દ્વારા શેરડીના નાણા સમયસર ચૂકવી ન શકાતા આપણા ખેડૂત ભાઈઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દિવાળી જેવા પવિત્ર તહેવારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોની વ્હારે આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 06 Nov 2026 03:51 PM (IST)Updated: Fri, 06 Nov 2026 03:51 PM (IST)
jitu-vaghani-announces-gujarat-government-to-transfer-rs-8-crore-payment-for-vyara-sugarcane-farmers

Gandhinagar News: દિવાળીના પવિત્ર તહેવારો પૂર્વે વ્યારા પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોની ચિંતા દૂર કરતા રાજ્ય સરકારે એક મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ઉકઈ પ્રદેશ ખાંડ સહકારી લિમિટેડ વ્યારા દ્વારા શેરડીના નાણા સમયસર ન ચૂકવી શકાતા મુશ્કેલીમાં મુકાયેલા 850થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રકમ સીધી જમા કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર માહિતી આપતા રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોના પરિવારોમાં તહેવારો ટાણે કોઈ ચિંતા ન રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની વ્હારે આવીને આ સંવેદનશીલ નિર્ણય લીધો છે.

વ્યારાના ખેડૂતોની વ્હારે આવી રાજ્ય સરકાર

રાજ્યના કૃષિ અને સહકારમંત્રી જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, ઉકઈ પ્રદેશ ખાંડ સહકારી લિમિટેડ વ્યારાના ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે લીધો છે. વ્યારા સુગર દ્વારા શેરડીના નાણા સમયસર ચૂકવી ન શકાતા આપણા ખેડૂત ભાઈઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતની આ પ્રશ્નની ગંભીરતા સમજીને દિવાળી જેવા પવિત્ર તહેવારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોના પરિવારમાં ચિંતા ન રહે એના માટે વ્હારે આવી છે.

850થી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થશે રકમ

સરકારે જરૂરી વ્યવસ્થાઓ કરીને આશરે 850થી પણ વધારે ખેડૂતોને 8 કરોડ રૂપિયાની રકમ એ સીધી જ ખેડૂતોના ખાતામાં ચૂકવાનો નિર્ણય એ કર્યો છે. આદિવાસી નેતા અને અમારા મંત્રી નરેશ પટેલ, રાજ્યમંત્રી જયરામ ગામિત, ગણપત વસાવા, ત્યાના સૌ ધારાસભ્યો દ્વારા સતત મુખ્યમંત્રી અને મને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરી હતી. મને આનંદ છે કે એના ચહેરા ઉપર સ્મિત રહે એટલે 8 કરોડની રકમ સીધી જના ખાતામાં દિવાળી પહેલા જમા કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે.

આ તકે વિશેષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો, નાણા મંત્રી કનુ દેસાઈનો અને ખાસ કરીને રાજ્ય સહકારી બેંક દ્વારા આજે જ આ નાણા ચોકવાનો નિર્ણય લીધો છે ત્યારે બેંકના ચેરમેન અજય પટેલનો હું આભાર માનું છું. ખેડૂતોને સીધા જ એના ખાતામાં આ રકમ જમા થવાથી દિવાળીના પરિવારોમાં એના પરિવારો ઉપર એક સ્મિત એ ચોક્કસ વહેવાનું છે ત્યારે હું ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને રાજ્ય સરકારનો પુન એકવાર આભાર માનું છું.