ગુજરાત સરકારની મોટી પહેલ! પ્લોટ ખરીદતા પહેલાં જ જાણી શકશો TP સ્કીમ, ઝોન અને નવા રસ્તાની વિગતો

નાગરિકોને જમીન અને મિલકત સંબંધિત માહિતી ઘરેબેઠા સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વેબ જીઆઈએસ પોર્ટલ શરુ કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 28 Nov 2026 08:33 AM (IST)Updated: Sat, 28 Nov 2026 08:33 AM (IST)
gujarat-government-web-gis-portal-check-tp-scheme-zone-road-details-online

Gujarat Government Web GIS Portal: નાગરિકોને જમીન અને મિલકત સંબંધિત માહિતી ઘરેબેઠા સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વેબ જીઆઈએસ પોર્ટલ શરુ કરવાની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ પોર્ટલ મારફતે ટાઉન પ્લાનિંગ સ્કીમના નકશા, ઝોનની વિગતો અને આસપાસથી પસાર થતા રસ્તાઓની માહિતી એક ક્લિક પર જોઈ શકાશે. રાજ્યના દરેક જિલ્લામાં આ વ્યવસ્થા લાગૂ કરાશે. જેના માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે.

ત્રણ તબક્કામાં તૈયાર થશે પોર્ટલ

પ્રથમ તબક્કો એટલે કે, શરુઆતના ત્રણ મહિનામાં પ્રાથમિક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. જેમાં રાજયના તમામ સત્તામંડળની યાદી મૂકીને સંબંધિતોને ટ્રેનિંગ આપવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં આગામી છ માસમાં વેબ જીઆઈએસ પોર્ટલને પ્રાયોગિક ધોરણે શરુ કરી દેવાશે. જેથી જરુરી ફેરફાર કરવા હોય તો તે સરળતાથી થઈ શકે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં 3 મહિનામાં શક્ય હશે તો ટાઉન પ્લાનિંગ ડેટાનું પરીક્ષણ કરવામાં આવશે.

નાગરિકોને મળનારા મુખ્ય લાભ

  • નકશા અને રેકોર્ડ ઓનલાઈન મળવાથી સરકારી કચેરીઓના ધક્કા ઘટશે.
  • જમીન કે પ્લોટ કયા ઝોનમાં આવે છે તેની સચોટ માહિતી ઘરેબેઠા ઉપલબ્ધ થશે.
  • પ્લોટ પાસેથી કઈ ટીપી સ્કીમ અને કયો નવો રસ્તો પસાર થશે તે તરત જાણી શકાશે.
  • મિલકત ખરીદતા પહેલાં જ અસલ સ્થિતિ અને ભવિષ્યના આયોજનની સ્પષ્ટતા થવાથી છેતરપિંડીની શક્યતા ઓછી થશે.