ડેરી ઉદ્યોગમાં મોટી ક્રાંતિ: ગાય-ભેંસનું ગોબર ખેડૂતોને કરાવશે લાખોની કમાણી, જાણો સરકારનો માસ્ટર પ્લાન

ડેરીઓ મારફતે માત્ર દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે પશુપાલકો માટે પશુઓનું 'છાણ' પણ કમાણીનો એક નવો સ્ત્રોત બનશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 01:03 PM (IST)Updated: Thu, 24 Sep 2026 01:03 PM (IST)
gujarat-dairy-sector-to-get-a-new-revenue-model-cow-dung-to-become-a-source-of-income-for-farmers

Gujarat Dairy Sector: ગુજરાતમાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે એક નવો અધ્યાય શરુ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ડેરીઓ મારફતે માત્ર દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે પશુપાલકો માટે પશુઓનું 'છાણ' પણ કમાણીનો એક નવો સ્ત્રોત બનશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનું એક મોટું નેટવર્ક ઉભું કરવા માટે જાપાન દેશની સુઝુકી અને જાપાન ઇન્ટરનેશનલ કોઓર્પોરેશન (JICA) સાથે મહત્વપૂર્ણ મંત્રણા શરુ કરી છે.

શું છે સરકારનો માસ્ટર પ્લાન?

રાજ્ય સરકારના આયોજન પ્રમાણે, ગુજરાતના 9 મુખ્ય દૂધ સંઘોને આવરી લઈને ત્યાં આધુનિક બાયો-CBG પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, આ પ્રોજેક્ટ માટે જાપાન તરફથી ટેક્નિકલ અને નાણાકીય સહાય મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમજ આ મેગા પ્રોજેકટ માટે આગામી સમયમાં રાજ્ય સરકાર, JICA અને સુઝિુકી ત્રણેય વચ્ચે કરાર થાય તેવી પ્રબળ શક્યતા છે.

CNG ગેસ કરતાં સસ્તો ગેસ

હાલમાં બનાસકાંઠા બાયો સીએનજી પંપ પર ગોબરમાંથી બનેલો સીબીજી ગેસ રુ.80 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યો છે, તેની સરખામણીમાં અમદાવાદ શહેરમાં સીએનજી ગેસનો ભાવ રુ.94.02 KG છે. એટલે સીએનજી ગેસ કરતાં આશરે 15 ટકા ઓછા ભાવે મળે છે. આમ બાયો-CBG ગેસ પ્રતિસ કિલો રુ.14.02 સસ્તો એમ આશરે 15 ટકા ઓછી કિંમતે મળી રહ્યો છે, રાજ્યના અન્ય દૂધ સંઘોમાં આ નવા પ્લાન્ટ શરુ થવાથી ગુજરાતમાં વાહનચાલકોને સસ્તુ અને ઈકો ફ્રેન્ડલી ઈંધણ ઉપલબ્ધ બનશે,

કેવી રીતે કામ કરશે મોડેલ?

આ મોડેલ પશુપાલકો અને પ્રાકૃત્તિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેમાં ડેરીઓ દ્વારા પશુપાલકો પાસેથી ડાયરેક્ટ ગોબરની ખરીદી કરાશે. જેથી દૂધ સિવાયની વધારાની આવક ઉભી થશે. ભેગા કરાયેલા ગોબરમાંથી બાયોગેસ બનાવાશે. જેને શુદ્ધ કરીને વાહનોમાં વપરાશ કરી શકાય તેવો સીબીજી તૈયાર કરાશે., આ ગેસ ઉત્પાદનની આડ પેદાશ તરીકે ઉચ્ચ ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર મળશે. જેનો ઉપયોગ ખેતી પ્રવૃત્તિઓમાં થઈ શકશે.

પ્લાન્ટમાંથી મળશે કેટલું ઇંધણ મળશે?

વીંછીવાડી ખાતે ગઈ 26 ઓગસ્ટના રોજ કોમ્પ્રેસ્ડ બાયોગેસનો ત્રીજો પ્લાન્ટ પ્રારંભ કરાયો હતો. આ પ્લાન્ટમાં દૈનિક ધોરણે 100 ટન છાણમાંથી અંદાડે 1.5 સીબીજી ગેસ ઉત્પાદિતસ કરવાની ક્ષમતા ધરાવે છે,. જે પ્રમાણે સુઝુકીના ગણિત પ્રમાણે આ ગેસ દરરોજ 60 કિમી ચાલતી આશરે 850 CNG કાર માટે ઈંધણ પૂરું પાડી શકે છે.