ભાવનગરના પશુપાલકો માટે મોટા સમાચાર: સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં ઐતિહાસિક વધારો, 1 જૂનથી મળશે પ્રતિ કિલોફેટ રૂ. 920

ભાવનગર જિલ્લાની સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરી પ્રતિ કિલોફેટ રૂ. 920 આપવાનો નિર્ણય લીધો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 24 May 2026 12:19 PM (IST)Updated: Sun, 24 May 2026 12:19 PM (IST)
bhavnagar-sarvottam-dairy-milk-purchase-price-hike-june-2026

Sarvottam Dairy Milk Price: ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં એક વર્ષમાં રુ.70નો વધારો કર્યો છે. આ નિર્ણય 1 જૂન, 2026થી અમલમાં આવશે અને દૂધ ઉત્પાદકોને દરેક કિલોફેટ દૂધ માટે રુ.ત 920 ચૂકવવામાં આવશે. જે અગાઉના રુ. 850 અને હાલમાં ચૂકવાતા રુ. 900 કરતા વધારે છે. ડેરીની નિયામક મડળની તાજેતરની બેઠકમાં ભાવવધારાનો નિર્ણય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.

પશુપાલકોના હિતને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો

પશુ દીઠ દૂધ ઉત્પાદનમાં વધારો, ઉનાળાની મુશ્કેલી, ખેતીમાંથી આવકનું ઘટવું અને મોંઘવારીમાં થતો વધારો આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું છે. ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ આ નવી માહિતી જાહેર કરી હતી. ડેરી ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે, આ ભાવ વધારાથી પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બનશે અને દૂધ ઉત્પાદકોના જીવન ધોરણમાં મોટો સુધાર આવશે.

જૂન મહિનામાં દૂધ ઉત્પાદકોને 5 કરોડની આવક થશે

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, ભાવવધારાના કારણે માત્ર જુન મહિનામાં જ દૂધ ઉત્પાદકોને લગભગ રૂ. 5 કરોડ વધુ આવક થશે. જે આ વ્યવસાયને વધુ પ્રોત્સાહિત કરશે.સર્વોત્તમ ડેરીએ ગુજરાતમાં સૌથી વધુ દૂધ ખરીદ ભાવ આપવાની પરંપરા ચાલુ રાખી છે. આ નવા ભાવવધારાથી દૂધ ઉત્પાદકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને તેઓ પોતાનું કામ વધુ ઉત્સાહથી કરીને આ વ્યવસાયને સશક્ત બનાવશે એવી અપેક્ષા છે.