Dholera-Ahmedabad Expressway Accident: આજે 12 નવેમ્બરના રોજ ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદનો મેમણ પરિવાર કારમાં ભાવનગર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પીપળી ગામ પાસે કાર રોડની સાઈડમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં પતિ-પત્નીના મોત થયા છે, જ્યારે તેમની 8 વર્ષીય દીકરી સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પીપળી ગામ પાસે કાર પલટી ગઈ
આ ગંભીર અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર, અમદાવાદના જમાલપુર વિસ્તારનો મેમણ પરિવાર કારમાં અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પીપળી ગામ પાસે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં પતિ-પત્નીના મોત થયા છે, જ્યારે 8 વર્ષીય બાળકી સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પતિ-પત્નીનું મોત, પુત્રી ઈજાગ્રસ્ત
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર નઝીર હુસેન મેમણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની આલ્ફીનાબેન મેમણને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું પણ મોત થયું છે. અકસ્માતની જાણ થતાં જ 112 અને 108 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
બે લોકોના મોત, ચાર લોકો ઈજાગ્રસ્ત
મૃતકોના નામ
- 32 વર્ષીય નઝીર હુસેન અબ્દુલકાદિર મેમણ
- 26 વર્ષીય આલ્ફીના નઝીર હુસેન મેમણ
ઈજાગ્રસ્તોને નામ
- 8 વર્ષીય ફાતિમા નઝીરડુસેન મેમણ
- 61 વર્ષીય શહેનાઝ મેમણ
- 26 વર્ષીય સોબાન સાકરવાળા
- 60 વર્ષીય રેહાના સાકરવાળા
ઈજાગ્રસ્તો ભાવનગર હોસ્પિટલમાં દાખલ
પીપળી, ધોલેરા અને ધંધુકા એમ કુલ 3 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં મૃતક દંપતીની 8 વર્ષની દીકરી ફાતિમાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધોલેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
