Arjun Modhwadia Resignation: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવે એ પહેલા એકજ દિવસમાં કોંગ્રેસ પક્ષને બીજો મોટો ઝટકો પહોંચ્યો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આજે બપોરે વિધાનસભા પહોંચ્યા છે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
આજે સવારે અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારથી રાજકીય ચર્ચાઓ ચાલી રહી હતી કે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપી શકે છે. જોકે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, અર્જુન મોઢવાડિયા અમારા સંપર્કમાં છે અને ક્યાંય જવાના નથી. જોકે સાંજે અર્જુન મોઢવાડિયા વિધાનસભા પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપ્યું છે. તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તેવી અટકળો ગઇકાલે ચાલી હતી. આ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. અંબરીશ ડેરે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આવતીકાલે તેઓ ભાજપમાં જોડાવાના છે. રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું છેકે, જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય. ભાજપમાં જોડાવા માટે કોઇ સોદો કર્યો નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
