Gujarat Assembly Monsoon Session 2026: ગાંધીનગરમાં આજથી ગુજરાત વિધાનસભાના 3 દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 9થી 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ટૂંકા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા 8 અતિ મહત્વના સુધારા વિધેયકો રજૂ કરવામાં આવશે, જ્યારે બીજી બાજુ વિપક્ષ પણ દુષ્કાળ અને મોંઘવારી જેવા વિવિધ વિષયો પર સરકારને ઘેરવાની પૂર્ણ તૈયારીમાં છે.
વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરશે
ગુજરાતમાં વરસાદ ખેંચાવાને લીધે રાજ્યમાં સર્જાયેલી દુષ્કાળ જેવી સ્થિતિ, સતત વધતી જતી મોંઘવારી અને બેરોજગારી જેવા પ્રજાલક્ષી મુદ્દાઓ પર વિપક્ષ આક્રમક રણનીતિ સાથે સરકારને ઘેરવાની પૂર્ણ તૈયારીમાં છે, આ સિવાય પ્રશ્નોતરી કાળમાં ગ્રામીણ અને પશુપાલક વર્ગોને લગતા પ્રશ્નોની ખાસ ચર્ચા કરાશે.
ચૈતર વસાવા ગૃહમાં આપશે હાજરી
આજથી શરુ થનારા વિધાનસભા સત્રમાં પ્રથમ દિવસે શોક દર્શાતા પ્રસ્તાવ બાદ ગૃહની કામગીરી મુલતવી રખાશે. તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચોમાસુ સત્ર દરમયિાન ગૃહમાં ખાસ હાજરી આપશે, આ ત્રણ દિવસીય સત્રમાં નર્મદા અને જળસંપતિ, ઉર્જા, સામાન્ય વહીવટચ અને મહિલા-બાલકલ્યાઁણને લગતાં પ્રશ્નો પૂછવામાં આવશે.
સત્રમાં 8 વિધેયકો રજૂ કરાશે
- ગુજરાત કૃષિ યુનિવર્સિટી સુધારા બિલ
- ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ બિલ
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ
- જમીન મહેસૂલ સુધારા બિલ
- ગુજરાત ભાડા (સુધારા) વિધેયક
- ગુજરાત પશુધન આહાર બિલ
- ગુજરાત ભાડા બિલ
- જમીન ટુકડા અને એકત્રીકરણ સુધારા બિલ
