શિક્ષણ સુધારા વિધેયક 2026: ગેરકાયદે શાળા સામે કડક કાર્યવાહી, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની જોગવાઈ

ગુજરાત વિધાનસભામાં શિક્ષણ સુધારા વિધેયક 2026 રજૂ થશે. ગેરકાયદે શાળા ચલાવવા બદલ 15 લાખ સુધી દંડ અને 2 વર્ષ સુધીની જેલ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો માટે નવી જોગવાઈઓ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 09 Sep 2026 12:07 PM (IST)Updated: Wed, 09 Sep 2026 12:07 PM (IST)
gujarat-assembly-education-amendment-bill-2026-school-15-lakh-fine-2-year-jail

Gujarat Education Amendment Bill 2026: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક 2026 રજૂ કરવામાં આવશે, આ નવા વિધેયકનો મુખ્ય ઉદ્દે્શ્ય શિક્ષણની ગુણવત્તામાં સુધારો, શાળા સંચાલનમાં શિસ્તતા લાવવી અને શિક્ષકો અને કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે. આ વિધેયકમાં ઘણા સુધારાઓ દર્શાવવામાં આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓના હિતોનું પણ રક્ષણ થશે.

વિધેયકમાં કરાયેલી મુખ્ય જોગવાઇઓ

ચોમાસુ સત્રમાં રજૂ થનારા આ વિધેયકમાં જૂના કાયદામાં દંડની રકમમાં વધારો કરાયો છે. બોર્ડની માન્યતા કે નોંધણી વિના શાળા ચલાવનારા સંચાલકો સામે પહેલા માત્ર 1થી 2 લાખ સુધીનો દંડ હતો. તેને સ્થાને વિધેયકમાં 1થી 2 વર્ષ જેલની સજા અને ર.10થી 15 લાખ સુધી અથવા બે દંડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરીને આચાર્ય કે શિક્ષકોની નિમણૂક કરવા બદલ રુ.1 હજારના દંડની સામે વઘારો કરીને 10 લાખ સુધી કરવામાં આવ્યો છે. તેમડ બોર્ડની મંજૂરી વગર કે યોગ્ય.નોટિસ આપ્યા વગર શાળા બંધ કરનારા સંચાલકો સામેનો દંડ 1 હજારથી વધારીન રુ.20 લાખ સુધીનો કરાયો છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાહત અપાઇ

સત્રમાં નવા વિધેયકમાં છાત્રો અને શિક્ષકોને રાહત અપાઇ છે જેમાં જો કોઈ શાળા સંચાલક કોઈ આચાર્ય કે શિક્ષકને ગેરવ્યાજબી રીતે સસ્પેન્ડ કરે તો બોર્ડના અધિકરીએ 45 દિવસમાં નિર્ણય લેવો પડશે. 45 દિવસ બાદ આ સસ્પેન્સન આપોઆપ રદ ગણાશે, દિવ્યાંગ છાત્રો માટે પણ વિધેયકમાં ખાસ જોગવાઇ કરાઇ છે. જેમાં અભ્યાસ માટે સ્પેશિયલ એજ્યુકેટરની જોગવાઇ કરવામાં આવી છે, અને બોર્ડની ચૂંટણીમાં હવે નોન ગ્રાન્ટેડ શાળાના મંડળો અને કર્મચારીઓ ભાગ લઈ શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે.

કલાર્કની ભરતી માટે વિધેયકમાં ઉલ્લેખ

ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં જૂના કાયદા પ્રમાણે બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી સત્તા મંડળો દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ એ પછી સરકારે શૈક્ષણિક સ્ટાફની ભરતીની સત્તા મંડળો પાસેથી ખેંચીને સેન્ટ્રલાઇઝ્ડ પ્રક્રિયાછથી આરંભી હતી. પરંતુ ક્લાર્કની ભરતી મુદ્દે કોઈ નિર્ણય લીધો નહોતો. નવા સુધારા વિધેયકમાં બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતીના નિયમો સરકાર પોતે ઘડશે. આ જોગવાઈ પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષકોની જેમ હવે ક્લાર્કની ભરતી પણ સરકાર દ્વારા સેન્ટ્રલાઈઝ્ડ કોમન પરીક્ષા મારફતે જ કરવામાં આવશે.