GSPC KG Basin Row: કોંગ્રેસ સચિવ જયરામ રમેશના 'કૌભાંડ'ના આક્ષેપ પર હર્ષ સંઘવીનો પલટવાર, તથ્યો સાથે આપ્યો સણસણતો જવાબ

2005માં ગુજરાતની GPSCએ કેજી બેસિનમાં ગેસનો ભંડાર શોધ્યો, ત્યારે પેટ્રોલિયમ મંત્રી મણીશંકર ઐયરે પણ આ શોધને આવકારી. જે બાદ 2012માં UPA સરકારે આ બ્લોકની લીઝ આપી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Mar 2026 08:37 PM (IST)Updated: Fri, 27 Mar 2026 08:38 PM (IST)
gspc-kg-basin-row-harsh-sanghavi-hits-back-at-jairam-rameshs-allegations
HIGHLIGHTS
  • CAG રિપોર્ટમાં રૂ. 20 હજાર કરોડનું કૌભાંડ દર્શાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ

Gandhinagar: મીડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) અને કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિનમાં ગેસના ભંડારને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જયરામ રમેશના આક્ષેપો સામે હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો છે.

હકીકતમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે છેલ્લા એક દાયકામાં ભારતની એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા નબળી પડી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કુદરતી ગેસના મુદ્દા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, 2005માં ગુજરાત સ્ટેટ પોટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) દ્વારા કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં ગેસ ભંડારનો જંગી જથ્થો મળી આવ્યા હોવાના દાવાનો ઉલ્લેખ કર્યો છે.

જયરામ રમેશે આરોપ મૂક્યો હતો કે, 2011 થી 2016ની વચ્ચે CAGના રિપોર્ટમાં તેને 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ દર્શાવવામાં આવ્યું હતુ. જો કે પાછળથી તેનું ONGCમાં વિલિનીકરણ કરીને ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ કૌભાંડના નામે જનતાને ગેરમાર્ગે દોરે છે: હર્ષ સંઘવી

જયરામ રમેશના આક્ષેપ પર પલટવાર કરતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે તથ્યો સાથે જણાવ્યું કે, 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની GSPC કંપનીએ કેજી બેસિનમાં ગેસનો ભંડાર શોધ્યો હોવાની જાહેરાત કરી હતી. જેને તે સમયમાં UPA સરકારના તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી મણીશંકર ઐય્યરે પણ આવકારીને તેને દક્ષિણ એશિયાનો 'નોર્થ સી' ગણાવ્યો હતો.

જે બાદ 2012માં UPA સરકારે જ આ બ્લોકની લીઝ આપી હતી, મોદી સરકારે નહીં. આજ કેજી બેસિનને આજે કોંગ્રેસના જયરામ રમેશ કૌભાંડ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે KG બેસિનના પરિણામે જ વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ દેશમાં ઊર્જાનો પૂરવઠો અવિરત જળવાઈ રહ્યો છે. છે.