Gujarat Police Recruitment: બિન હથિયારી PSI ભરતીને લઈને આવી નવી અપડેટ, 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી PSI ની કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Feb 2026 09:05 AM (IST)Updated: Tue, 24 Feb 2026 09:06 AM (IST)
gprb-472-posts-of-unarmed-psi-recruitment-provisional-selection-list-and-waiting-list
HIGHLIGHTS
  • બિન હથિયારી PSI ભરતીનું મોટું અપડેટ
  • હંગામી પસંદગી યાદી-પ્રતિક્ષા યાદી જાહેર
  • સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાય યાદી

PSI Recruitment Provisional Selection List: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ PSI પદની કુલ 472 માટે ચાલી રહેલી ભરતી માટે ઉમેદવારોની પસંદગી યાદી અને હંગામી પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવી છે.

GPRB બિન હથિયારી PSI ભરતી

આપને જણાવી દઈએ કે, જાહેરાત ક્રમાંક GPRB/202324/1 હેઠળ PSI પદની કુલ 472 માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4.60 લાખથી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. શારીરિક કસોટીમાં સફળ થયેલા કુલ 1,02,935 ઉમેદવારો માટે લેખિત પરીક્ષાનું આયોજન 13 એપ્રિલ 2025 ના રોજ કરવામાં આવ્યું હતું.

472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી

ભરતીના નિયમો મુજબ કુલ 1023 ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણીની કામગીરી 5 ફેબ્રુઆરી 2026 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. દસ્તાવેજ ચકાસણી બાદ 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી તથા 95 ઉમેદવારોની હંગામી પ્રતિક્ષા યાદી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

હંગામી પસંદગી યાદીનું કટઓફ

naidunia_image

પસંદગી-પ્રતિક્ષા યાદી કેવી રીતે ચકાસવી?

આ ભરતી માટે ઉમેદવારોની હંગામી પસંદગી યાદી (Provisional Selection List) તથા હંગામી પ્રતિક્ષા યાદી (Provisional Waiting List) ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી છે. ઉમેદવારે આ યાદી જોવા માટે સત્તાવાર વેબસાઈટના હોમપેજ પર "Latest Announcement" અથવા "Result" સેક્શનમાં જઈને જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટની PDF ડાઉનલોડ કરી શકાય છે. ત્યાંથી સીધી લિંક પણ ઉપલબ્ધ છે.

હંગામી પ્રતિક્ષા યાદીનું કટઓફ

naidunia_image

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જણાવાયું છે કે પસંદ થયેલા ઉમેદવારોને આગળની પ્રક્રિયા અંગે અલગથી જાણ કરવામાં આવશે. ભરતી સંબંધિત વધુ વિગતો, કટ-ઓફ માર્ક્સ અને અપડેટ્સ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા તથા કોઈપણ અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર સોર્સ પરથી જ માહિતી મેળવવા ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે.