Acharya Devvrat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શાળાના બાળકોને તિરંગાઓ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો. આ પ્રસંગે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 13 Aug 2025 10:25 AM (IST)Updated: Wed, 13 Aug 2025 10:25 AM (IST)
governor-acharya-devvrat-ji-participates-in-cleanliness-drive-with-shramdaan-in-shahpur-gandhinagar

Gujarat Governor Acharya Devvrat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાન યોજીને શ્રમદાન કર્યું હતું. આ અભિયાનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ મહોબતજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય રંજનબેન જાદવ, તાલુકા પંચાયત સદસ્ય રમીલાબેન પટેલ, સરપંચ હીનાબેન પટેલ, જિલ્લા કલેકટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ જોડાયા હતા.

naidunia_image

સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

સ્વચ્છતા અભિયાન બાદ શાહપુર ગામના લોકો સાથે સંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન માત્ર એક અભિયાન નહીં, પરંતુ દરેક નાગરિકનું સામાજિક અને નૈતિક કર્તવ્ય છે. સ્વચ્છ વાતાવરણ એ દેશની ગરિમા અને ગૌરવનું પ્રતીક છે. દરેક વ્યક્તિ સ્વચ્છાગ્રહી બને તે અત્યંત જરૂરી છે.

naidunia_image

ગાંધીજીના પગલે ચાલવા જણાવ્યું

રાજ્યપાલશ્રી કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ, એવા ગુજરાતનું દરેક ગામ અને શહેર સ્વચ્છતાનું આદર્શ બનવું જોઈએ. ગંદકી ફેલાવવાની વૃત્તિને રોકવાની અને સ્વચ્છતાની આદત અપનાવવાની દરેક નાગરિકની જવાબદારી છે. મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, બાપુ જાતે આશ્રમમાં સફાઈ કરતા હતા અને શૌચાલય પણ જાતે જ સાફ કરતા હતા, આ તેમના આદર્શ જીવનનો આધાર હતો.

naidunia_image

વૃક્ષો વાવવા આહ્નાહન કર્યું

રાજ્યપાલએ પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, જળવાયુ પરિવર્તન, પૂર, દુષ્કાળ, તોફાન જેવી કુદરતી આફતો માનવ દ્વારા પ્રકૃતિના આડેધડ શોષણનું પરિણામ છે. આ સંકટથી બચવા માટે શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવા અને તેમનું રક્ષણ કરવું જરૂરી છે. રાજ્યપાલએ લોકોને અપીલ કરી કે, તેઓ પોતાના જન્મદિવસ કે ખાસ પ્રસંગે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને ત્રણ વર્ષ સુધી તેની સંભાળ રાખે.

naidunia_image

પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું

રાજ્યપાલએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન, પાણી અને ખાદ્ય પદાર્થોમાં ઝેર ભળી ગયું છે, જેની અસર માતાઓના દૂધ અને બાળકોના લોહીમાં પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને ભવિષ્યની પેઢીઓના સ્વાસ્થ્ય માટે ખતરો છે. આ તમામથી બચવાનો એકમાત્ર ઉપાય દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ છે.

naidunia_image

તેમણે માહિતી આપી કે, ગુજરાતમાં લગભગ 9 લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી દીધી છે અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનથી સાબિત થયું છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, પરંતુ સમય સાથે વધે છે અને જમીનની ગુણવત્તામાં સતત સુધારો થાય છે.

naidunia_image

રાજ્યપાલએ કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે ગ્રામજનોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.

naidunia_image

આચાર્ય દેવવ્રતએ દરેક ગ્રામજનોને વ્યસનથી દુર રહેવા, દીકરીઓને શિક્ષિત કરવા અને બાળકોમાં સારા મૂલ્ય વિકસાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દુષ્ટતા માણસને મારે છે, જ્યારે સારા વિચારો અને સુસંસ્કારી આચરણ જીવનને સુખી બનાવે છે. આ તકે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરતા રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સ્વચ્છ, હરિયાળા અને સ્વસ્થ ગુજરાતનું સ્વપ્ન જનભાગીદારીથી ચોક્કસપણે સાકાર થશે.

naidunia_image