યુવાનો માટે સુવર્ણ તક: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ડ્રોન ટેકનિશિયન અને ફાયરમેનના નિ:શુલ્ક કોર્સ શરૂ

ગાંધીનગરના દહેગામ સ્થિત લવાડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 07 May 2026 09:14 PM (IST)Updated: Thu, 07 May 2026 09:14 PM (IST)
golden-opportunity-for-youth-free-courses-for-drone-technicians-and-firemen-started-at-national-defence-university

ગુજરાતના યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે, ગાંધીનગરના દહેગામ સ્થિત લવાડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' (PMKVY) અંતર્ગત યુનિવર્સિટી દ્વારા ડ્રોન ટેકનિશિયન અને ફાયરમેન જેવા આધુનિક કોર્સ માટે નિ:શુલ્ક તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

રોજગારલક્ષી તાલીમ અને પ્રમાણપત્ર

આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને ટેકનિકલ અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવાનો છે.

કોર્સની વિગત: યુવાનો ડ્રોન ટેકનોલોજી અને અગ્નિશમન (Fire Safety) જેવા ક્ષેત્રોમાં નિષ્ણાંત તાલીમ મેળવી શકશે.

સરકારી પ્રમાણપત્ર: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રેપ્રેનેઉરશીપ દ્વારા 'સ્કીલ ઈન્ડિયા' હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર આપવામાં આવશે.

પ્લેસમેન્ટ સહાય: માત્ર તાલીમ જ નહીં, પરંતુ તાલીમ બાદ યુવાનોને યોગ્ય રોજગારી મળી રહે તે માટે યુનિવર્સિટી દ્વારા પ્લેસમેન્ટ આસિસ્ટન્સ પણ પૂરું પાડવામાં આવશે.

naidunia_image

વિશેષ સવલતો અને મફત સુવિધાઓ

આ યોજના હેઠળ ખાસ કરીને ફાયરમેન કોર્સમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવી છે, જે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

પ્રવેશ માટેની પાત્રતા અને નોંધણી

રસ ધરાવતા ઉમેદવારો માટે નીચે મુજબના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે:

વય મર્યાદા: 18 થી 35 વર્ષ.

છેલ્લી તારીખ: 15 મે, 2026.

naidunia_image

નોંધણી પ્રક્રિયા: ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો (જેવા કે શૈક્ષણિક લાયકાતના પુરાવા અને ઓળખકાર્ડ) સાથે યુનિવર્સિટીના સત્તાવાર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી પોતાની નોંધણી કરાવવાની રહેશે.

વર્તમાન સમયમાં જ્યારે ડ્રોન ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો રહેલી છે, ત્યારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ પ્રયાસ ગુજરાતના યુવાનો માટે કારકિર્દી ઘડવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.