Gandhinagar: ટેકાના ભાવે ખરીદીનું પોર્ટલ શરૂ થયાના પહેલાં જ દિવસે થયુ ક્રેશ, નોંધણી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી રહેશે ચાલુ

નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હ

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 02 Sep 2025 03:36 PM (IST)Updated: Tue 02 Sep 2025 03:36 PM (IST)
gandhinagar-support-price-purchase-portal-crashes-on-launch-day-registration-extended-till-september-15-596122
HIGHLIGHTS
  • આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
  • આજ તારીખ 2 સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે.

Gandhinagar News: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત તારીખ 1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.

આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તારીખ 2 સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તારીખ 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.