Gandhinagar: ગણેશ વિસર્જન વખતે એક જ ગામના યુવાનોનાં મોતથી સમગ્ર ગામ હીબકે ચડ્યું, બે સગા દીકરા ગુમાવતા પિતા માથે આભ તૂટ્યું

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 14 Sep 2024 12:03 PM (IST)Updated: Sat, 14 Sep 2024 12:03 PM (IST)
gandhinagar-news-the-death-of-the-youth-of-the-same-village-during-ganesh-visharan-left-the-entire-village-in-a-state-of-shock-the-father-lost-his-two-sons

Gandhinagar News: દહેગામના વાસણા સોગઠી ગામમાંથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશ વિસર્જન કરવા ગયેલા આઠ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તમામના મોત નિપજ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. નદીમાં બનાવેલા ચેકડેમના ઉંડા ખાડામાં ભરાયેલા પાણીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. ત્યારે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. મહત્ત્વનું છે કે, ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન પહેલાંથી જ ચેતવણી આપવામાં આવી હતી.

બે સગા પુત્રોનાં મોતથી પિતા ઉપર આભ તૂટી પડયું
વાસણા સોગઠી ગામમાં રહેતા દલપતસિંહ ચૌહાણના બબ્બે પુત્રોના મોતથી પિતા ઉપર જીવતે જીવ આભ તુટી પડયુ હતુ. દલપતસિંહ ચૌૌહણના પુત્ર ઘર્મેન્દ્રસિહ ચૌહાણ (ઉ.વ.18) તથા પૃથ્વી ચૌહાણ (ઉ.વ.20) નામના બને પુત્રોના નદીમાં ડુબી જતા કમકમાટીભર્યા મોત થયા હતા. બંને કંધોતરના મોતથી પરીવારજનોમાં રોકકળ અને આક્રંદ છવાયો હતો.

ગામમાં વિસર્જન દરમિયાન સાવચેતી રાખવા પહેલાંથી ચેતવણી અપાઇ હતી
ઘટનાની જાણ થતા જ કલેક્ટર મેહુલ દવે તથા દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ઘટના સ્થળે દોડી ગયા હતા. કલેક્ટરે આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી હતી. તેઓએ મૃતકોના પરીવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કલેક્ટરે જણાવ્યુ હતું કે સમગ્ર જીલ્લામાં ગણેશ વિસર્જન માટે સાવચેતી રાખવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. વાસણા સોગઠી ગામમાં પણ ગઇકાલે જ સાદ પડાવીને તેમજ દાંડી પીટાવીને સાવચેત રહેવા ગ્રામજનોને જણાવામાં આવ્યું હતું.

વિસર્જન ટાણે નદીમાં ડૂબી જનાર હતભાગી યુવાનોનાં નામ

  • સોલંકી વિજયજી હાલુસિંહ (ઉ.વ.30)
  • ચૌહાણ ચિરાગ પ્રકાશસિંહ (ઉ.વ.19)
  • ચૌહણ ધર્મેન્દ્રસિંહ દલપતસિહ (ઉ.વ.18)
  • ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (ઉ.વ.23)
  • ચૌૌહણ રાજુકુમારબચુસિહં (ઉ.વ.28)
  • ચૌૌહણ પૃથ્વી દલપતસિંહ (ઉ.વ.20)
  • ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (ઉ.વ.17)
  • ચૌહાણ સિધ્ધરાજ ભલસિંહ (ઉ.વ.17)