Gandhinagar News: દહેગામ તાલુકાના નાની માછંગને જોડતા એક માત્ર માર્ગનું ભારે વરસાદને પગલે ધોવાણ થતાં, વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચાલુ વરસાદે આ માર્ગ સમારકામની કામગીરી તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ માર્ગ મરામતની કામગીરી મામલતદાર દહેગામ અને કાર્યપાલક ઇજનેરની ઉપસ્થિતિમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.અને દહેગામના નાની માછંગ ગામના નાગરિકોને આ માર્ગની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં અગવડોનો સામનો ન કરવો પડે તે માટે પણ કલેકટર ગાંધીનગર દ્વારા વારંવાર તંત્રને સુચનો કરવામાં આવી રહ્યા છે.

વરસાદી માહોલ દરમિયાન સતત તંત્ર દ્વારા દરેક તાલુકામાં કાર્યરત ટીમ દ્વારા જે પણ કામગીરી થઈ રહી છે, તેનો રૂબરૂ અથવા ટેલીફોનિક અહેવાલ દર કલાકે કલેક્ટર ગાંધીનગર મેહુલ કે દવે મેળવી રહ્યા છે. અને આ માહિતીને આધારે આગળની કાર્યવાહી નું આયોજન પણ કરતા, નગરજનોને ઓછામાં ઓછી હાલાકી ભોગવી પડે તે પ્રમાણે કામગીરી નું સૂચન પણ કરી રહ્યા છે.