Gandhinagar News: રાજ્યનું પાટનગર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મેટ્રો ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ મેટ્રો રેલ ફૈઝ -૨ મોટેરા થી ગાંધીનગર ના રૂટ પર સી -2 પ્રોજેક્ટના સાડા 6 કી મીટર માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સ ની વિવિધ કામગીરી નું નિરીક્ષણ ક્યુ હતુ. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ રાજકુમાર મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન , મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરશનના ચેરમેન તથા મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોર હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આ રૂટ પરના ભાઇજીપુરા થી ચ-2 સુધીના ધોળાકુવા, રાંદેસણ, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી.મુખ્યમંત્રીએ ત્યાર બાદ વિસત થી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલ ના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી.
મેટ્રો રેલ ફેઝ-2 અમદાવાદ મોટેરાથી ગાંધીનગર મહત્મા મંદિર સુધી તૈયાર કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધીનો રૂટ શરૃ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કુલ 20 જેટલા મેટ્રો સ્ટેશન શરૃ કરવામાં આવશે. આ ઉપરાંત નેશનલ લો યુનિવર્સીટી અને ગીફટ સીટીને જોડતો કોરિડોર પણ તૈયાર કરવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.