Gandhinagar: રાષ્ટ્રીય સુરક્ષાના અનુસંધાનમાં રક્ષા યુનિવર્સિટીમાં આધુનિક ડ્રોન રોબોટિક સેન્ટર બનશે

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 10 Jun 2024 10:07 AM (IST)Updated: Mon, 10 Jun 2024 10:07 AM (IST)
gandhinagar-news-modern-drone-robotics-center-to-be-set-up-at-raksha-university-in-pursuit-of-national-security

Gandhinagar News: ગાંધીનગરના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં દેશનું પ્રથમ ડ્રોન રોબોટીક સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભમાં રોબોટીક સેન્ટરમાં દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓને રૂસ્ટર ડ્રોન ટેકનોલોજી, ડ્રોન ફોરેન્સીક અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીની તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને હાલ ડ્રોનની મદદથી દેશમાં આતંકી પ્રવૃતિ કરવામાં આવે છે. ત્યારે આ ડ્રોન રોબોટીક સેન્ટરની કામગીરી મહત્વની બની રહેશે.

દેશમાં છેલ્લાં ઘણા સમયથી ડ્રોનની મદદથી આતંકીઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ બોબ, હથિયાર અને અનેક સંવેદનશીલ માહિતી સપ્લાય કરવામાં આવી રહી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જે અનુસંધાનમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ડ્રોન ટેકનોલોજીની મદદ વિવિધ સુરક્ષા એજન્સીઓને સજ્જ કરવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં દેશની પ્રથમ ડ્રોન રોબોટીક સેન્ટર શરૂ કરવામાં આવશે.

આ સેન્ટરમાં મુખ્ય ત્રણ બાબતો કામગીરી કરવામાં આવશે. રૂસ્ટર ડ્રોનટેકનોલોજીમાં તપાસ, સર્વલન્સ અને મેપિંગ દ્વારા આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમથી કામગીરી કરવામાં આવશે. તેમજ ડ્રોન ફોરેન્સીકમાં ડ્રોન સંબધિત ઘટનાઓની તપાસ, ટેકનોલોજી અને ફોરેન્સીક નિષ્ણાંતોની મદદથી કામગીરી કરવામાં આવશે.

જ્યારે કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીમાં અનઓથોરાઇઝ્ડ ડ્રોન શોધવા, નિષ્ક્રિય કરવા માટેની કામગીરી કરવામાં આવશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિમલ પટેલે જણાવ્યું કે, ડ્રોન રોબોટિક સેન્ટરમાં દેશની વિવિધ સુરક્ષા એન્જસીઓના અધિકારીઓને વિશેષ તાલીમ મળી રહે તે માટે આયોજન થશે. આ ઉપરાતં, આતર રાષ્ટ્રીય સ્તરે ડ્રોન ટેકનોલોજીને વિકસાવવા માટે કામગીરી કરવામાં આવશે.