ગુજરાતમાં રેગિંગના કેસોમાં નોંધપાત્ર વધારો: છેલ્લા 4 વર્ષમાં જ 86 ફરિયાદો, દેશભરમાં 51 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં રેગિંગના કેસોમાં દોઢ ગણો વધારો નોંધાયો છે. સુરત મેડિકલ કોલેજની ઘટના બાદ કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 11 Aug 2026 09:09 AM (IST)Updated: Tue, 11 Aug 2026 09:09 AM (IST)
gandhinagar-news-medical-college-ragging-cases-increase-congress-demands-action

Gandhinagar News: સુરતની મેડિકલ કોલેજની રેગિંગના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધા હોવાની ઘટના સામે આવતા કોંગ્રેસે ભારે વિરોધ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. યુજીસીના ડેટા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં જ રેગિંગના કિસ્સાઓમાં દોઢ ગણો વધારો જોવા મળ્યો છે.

2022થી 2026 સુધીમાં રેગિંગા કેસો વધ્યા

યુજીસીની વેબસાઈટ અનુસાર, વર્ષ 2012થી 2022 સુધીના 10 વર્ષના ગાળામાં રાજ્યમાં કુલ 105 રેગિંગની ફરિયાદો મળી હતી. જ્યારે વર્ષ 2022થી 2026ના માત્ર 6 વર્ષના જ ગાળામાં 86 ફરિયાદો સામે આવી છે.

કુલ નોંધાયેલી ફરિયાદોમાંથી 20 ટકા કેસો માત્ર મેડિકલ કોલેજોના છે. વર્ષ 2026માં બી.જે મેડિકલ કોલેજમાં 2 તેમજ હિમતનગર, ભાવનગર-1, ગાંધીનગર, જામનગર અને વિસનસગરમાં 1-1 કેસો પ્રકાશમાં આવ્યા છે.

દેશમાં રેગિંગના લીધે કેટલા વિદ્યાર્થીઓના મોત?

સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા 2022-2024ના રિપોર્ટ મુજબ, સમગ્ર ભારતમાં રેગિંગના લીધે 51 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે .જેમાંથી 45.1 ટકા એટલે કે, 23 મોત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હોવાનું ખલ્યું હતું. ઉપરાંત છેલ્લા 4 વર્ષમાં દેશભરમાંથી કુલ 5113 રેગિંગની ફરિયાદો નોંધાઈ છે.

કોંગ્રેસે રેગિંગ અટકાવવા કર્યા સૂચનો

વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા અને રેગિંગ મુક્ત કેમ્પસ માટે કોંગ્રેસે કડક પગલાં લેવાની માંગ કરી છે.

  • 24 કલાકમાં FIR: રેગિંગની ઘટના સામે આવતાં જ 24 કલાકની અંદર એફઆઈઆર દાખલ થવી જોઈએ.
  • અલગ હોસ્ટેલની સુવિધા: જુનિયર વિદ્યાર્થીઓ માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા કરવી.
  • અનામી ફરિયાદોની સ્વીકૃતિ: એન્ટી-રેગિંગ કમિટી દ્વારા ગુપ્ત કે અનામી ફરિયાદો સ્વીકારીને ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરવી.