Gandhinagar: રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે.
એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ 'દાદાનું બુલડોઝર' ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને 'પાંડી બ્રધર્સ' જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે.
ગુજરાત પોલીસે ડ્રગ્સ બનાવતી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડી છે. તે ઉપરાંત ડ્રગ પેડલર અને ડ્રગ કાર્ટેલ્સને પકડીને ટોપ ટુ બોટમ તમામ પ્રકારના પાસાઓને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરી ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી ગુનેગારો સામે કડક પગલાં લીધા છે.
વધુમાં હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પણ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને તેમના પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે.
અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે જ મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે વિગતે માહિતી આપતા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1,647 ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે 41,000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. 3,727 કરોડ થાય છે.
છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુનાઓ હેઠળ 306 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 244.59 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રી વેકરિયાએ ઉમેર્યું હતું કે, દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે. 'ડ્રગ્સને ઉગામો અને પકડનારને પ્રોત્સાહન' ના સૂત્ર સાથે ગુજરાત સરકાર યુવા પેઢીને બચાવવા કટિબદ્ધ છે. ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે રાજ્યમાં 6 ઝોનમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું માળખું કાર્યરત કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત ક્રાઇમ રેટ માત્ર 0.8 છે, જે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ડ્રગ્સના વેપાર દ્વારા ઊભી કરવામાં આવેલી ગેરકાયદે મિલકતો પર પણ રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં રૂ. 32.20 કરોડની મિલકતો જપ્ત કરી છે અને ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું છે. જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ડ્રગ્સ માફિયાઓએ ઉભા કરેલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે ઉમેર્યું હતું.
દરિયાઈ માર્ગ હોય કે અન્ય માધ્યમ, ગુજરાત પોલીસ અને ATSની બાજ નજરને કારણે ડ્રગ્સના સોદાગરો માટે હવે ગુજરાતમાં કોઈ સ્થાન નજામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ડ્રગ્સ માફિયાઓએ ઉભા કરેલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. સરકારના આ સઘન પ્રયાસોને પરિણામે રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે લોકભાગીદારી પણ વધી રહી છે.
