ગુજરાત પોલીસ ભરતી: ખાખીનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 21 જાન્યુઆરીએ શારીરિક કસોટી લેવાશે

ઉમેદવારોની શારીરિક કસોટી પારદર્શક રીતે થાય તે માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ CCTV ફૂટેજથી સર્વેલન્સ કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 03 Jan 2026 08:17 PM (IST)Updated: Sat 03 Jan 2026 08:17 PM (IST)
gandhinagar-news-gujarat-police-bharti-announce-date-for-psi-and-lrd-cader-physical-test-667518
HIGHLIGHTS
  • PSI-LRD કેડરની 13,591 જગ્યા પર ભરતી થશે
  • સત્તાવાર વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવો પડશે

Gujarat Police Recruitment PSI-LRD Physical Test Date:ગુજરાત પોલીસમાં ભરતી થઈને ખાખી પહેરવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે અંતર્ગત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અલગ-અલગ કેડરની 13,591 જગ્યાઓ પર ભરતી માટેની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) એમ બન્ને કેડર માટે સંયુક્ત રીતે શારીરિક કસોટી લેવામાં આવનારી છે.

આ માટે આગામી 21 જાન્યુઆરીથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં નક્કી કરવામાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર અને ગ્રાઉન્ડ ઉપર દોડ સહિત અન્ય શારીરિક માપદંડની ચકાસણી થશે.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નોલોજીની મદદથી શારીરિક કસોટી પારદર્શક રીતે લેવામાં આવશે. જે અંતર્ગત દોડ માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સચોટ સમય નોંધાઈ શકે છે. આ ઉપરાંત મેદાન પર પણ CCTV કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ શારીરિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેસવા માટે લાયક ઠરશે. ટૂંક સમયમાં ઉમેદવારો સત્તવાર વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

કંઈ જગ્યા પર ભરતી માટે શારીરિક કસોટી લેવાશે?
PSI કેડરની કુલ 858 જગ્યા છે. જે પૈકી 629 બિન હથિયારધારી PSI અને 129 હથિયારધારી PSI છે. જ્યારે લોકરક્ષક કેડર માટે કુલ 12,733 જગ્યા છે. જે પૈકી 6942 બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, 2458 હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી થશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દૂર રહો. માત્ર સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવતી માહિતીને જ સાચી માનવી.