ગુજરાત બજેટમાં કિસાન સૂર્યોદય યોજના માટે રૂ.500 કરોડની જોગવાઈ, ખેડૂતોને એક જ શિફ્ટમાં વીજળી આપવા સરકારની તૈયારી

ગુજરાતની RE, Green Hydrogen અને Pumped Storage ત્રિવેણી નીતિ દેશનું ગ્રોથ એન્જિન બનીને ઊર્જા સુરક્ષાના મહાસંકલ્પને સાકાર કરશે:ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Mar 2026 12:05 AM (IST)Updated: Wed, 11 Mar 2026 12:05 AM (IST)
gandhinagar-news-gujarat-budget-2026-27-rs-500-crore-for-kisan-suryoday-yojana
HIGHLIGHTS
  • સવારે 7 થી સાંજના 5 સળંગ 8 કલાક ખેડૂતોને વીજળી આપવાનું આયોજન
  • ગરીબ અને નબળા વર્ગના લાભાર્થીઓને નિઃશૂલ્ક ઘરવપરાશના નવા 36,795 વીજ જોડાણો અપાશે

Gandhinagar: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026-27ના અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓ પરની ચર્ચામા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ભૂમિગત (Underground) કેબલ નેટવર્ક યોજના હેઠળ ધાર્મિક, પર્યટક સ્થળો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વીજ સુરક્ષા વધારવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા વર્ષ 2025-26 માં રૂ. 74.60 કરોડનો ખર્ચ કરાયો છે અને 2026-27 માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરાઈ છે.

ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના એટલે 'કિસાન સૂર્યોદય યોજના' માટે આગામી વર્ષ 2026-27 માં રૂ. 500.00 કરોડની નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ભવિષ્યલક્ષી અભિગમ અંતર્ગત જેમ જેમ સૂર્ય ઊર્જાની ઉપલબ્ધતા વધતી જાય તેમ બે શિફ્ટના બદલે સવારે 7.00 થી સાંજે 5.00 દરમ્યાન એક જ શિફ્ટમાં ખેડૂતોને આઠ કલાક સંપૂર્ણપણે દિવસે વીજળી આપવાનું આયોજન છે.

સાયક્લોન રેસીલીએન્ટ નેટવર્ક અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સમયે અવિરત પુરવઠા માટે ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા વર્ષ 2026-27માં રૂ. 100 કરોડની જોગવાઈ કરાઈ છે.

યાત્રાધામ વિકાસ માટે રાજ્યના યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે અને વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર યાત્રાધામોને ગ્રીન એન્ડ સેફ ઝોનમાં વિકસિત કરવા માટે વર્ષ 2026-27માં નવી બાબત તરીકે રૂ. 100 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.

ડીસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર શિફટીંગ યોજના (DISS) અંતર્ગત રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ બનતા વીજ માળખાને ખસેડવા / બદલવા માટે 2026-27 માં રૂ. 125 કરોડની જોગવાઈ છે. વર્ષ 2025-26 માં 580.86 કિ.મી. HT લાઈન અને 323.14 કિ.મી. LT લાઈનનું શિફ્ટિંગ કરાયું છે.

ગુજરાત વાયર ફ્રી સીટી મિશન અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ લાઈન જેવી કે 66 KV, 11 KV તથા LT લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા, શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં સુધારો કરવા તેમજ જાહેર સલામતી અને શહેરોની સુંદરતામાં વધારો કરવા તથા રાજ્યને કોમનવેલ્થ અને ઓલમ્પિક રેડી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત, તબક્કાવાર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘‘વાયર ફ્રી સીટી’’ માં રૂપાંતરિત કરવામાં આવશે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા આ મિશન હેઠળ રૂ. 500 કરોડની માતબર જોગવાઈ નવી બાબત તરીકે કરવામાં આવી છે

રાજ્યના સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ વિતરણ નેટવર્ક

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરહદી વિસ્તારમાં હયાત ઓવરહેડ લાઈનના માળખાને સ્થાને 11 કેવી XLPE (ક્રોસ લીંક્ડ પોલી ઈથીલીન) કેબલ નેટવર્કના ઉપયોગથી PGVCL માં 58 બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ ₹ 100 કરોડની નવી બાબત તરીકે જોગવાઈ કરાઇ છે.

આ અંતર્ગત ભુજ અને અંજાર સર્કલ હેઠળના ખાવડા, દયાપર અને બાલાસર સબ-ડિવિઝનમાં 322.78 CKM (સર્કિટ કિલો મીટર) નું વીજ નેટવર્ક સ્થાપિત કરવાનું આયોજન છે.

જેનાથી વરસાદ અને ચક્રવાત જેવા પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિમાં પણ સરહદી વિસ્તારમાં અવિરતપણે વીજ પુરવઠો આપી શકાશે.

પી.એમ. કુસુમ (કોમ્પોનન્ટ – બી) યોજના – સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર વોટર પંપ માટે રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી.
રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ (RDSS) અંતર્ગત ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત કામગીરી કરવા માટે રૂ. 539.79 કરોડની નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ પાવર નેટવર્કના વીજ વિતરણ લોસ ઘટાડવા, વારંવાર હવામાન પ્રેરીત વિક્ષેપો ઘટાડવા અને લાંબા કૃષિ ફીડરના વિભાજન દ્વારા ગ્રાહકોને પર્યાપ્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સર્જન (SARjAN-સ્કીમ ફોર ઓગમેન્ટેશન એન્ડ રીજ્યુઅનેશન ઓફ એગ્રીકલ્ચરલ નેટવર્ક) યોજનાની જાહેરાત કરાઇ છે જે માટે રૂ. 25 કરોડની નવી બાબત તરીકે જોગવાઈ કરાઈ છે.

વિકસિત ગુજરાત @ 2047 તરફ આગેકદમ કરીને આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સરકારે સ્પષ્ટ અને વિઝનરી લક્ષ્યાંકો નક્કી કર્યા છે.

વર્ષ 2030 નો દ્રઢ સંકલ્પ : ગ્રીન એનર્જીમાં દેશનું નેતૃત્વ -
વર્ષ 2030 સુધીમાં ગુજરાતને 100 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપિત ક્ષમતા સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાના 20 ટકા હશે.

માળખાકીય સુવિધા વધારવા 900 નવા સબ સ્ટેશન સ્થાપિત કરીશું અને 50,000 સર્કીટ કિમી નવી ટ્રાન્સમીશન લાઈન ઉમેરાશે.

રાજ્યની ગ્રીડમાં 65 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઈન્ટીગ્રેશન કરવામાં આવશે અને વર્ષ 2029-30 માં આપણો અંદાજીત રિન્યુએબલ પાવર વપરાશ 77,000 મિલિયન યુનિટ થશે.

દરિયાઈ પવનોનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકારના પરામર્શમાં 500 મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી કેપેસીટી સ્થાપિત કરાશે. આ ઉપરાંત ઊર્જા સુરક્ષા માટે 11 ગીગાવોટ અને 55 GWh એનર્જી સ્ટોરેજ સ્થાપિત ક્ષમતા ઊભી કરાશે.

વર્ષ 2035 (રાજ્યની 75મી વર્ષગાંઠ): ગ્લોબલ હબ તરફની ઐતિહાસિક ઉડાન :
વર્ષ 2035 સુધીમાં ગુજરાત અંદાજીત 85 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશન હાંસલ કરશે અને અંદાજીત રિન્યુએબલ પાવર વપરાશ 1,21,000 મિલિયન યુનિટ સુધી પહોંચી જશે.

ભવિષ્યના ઇંધણ એવા ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ હબ બનાવતા ગુજરાત વાર્ષિક 3 MMTPA (મિલિયન મેટ્રીક ટન પર એનમ) ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે.

અવિરત ઊર્જા પૂરી પાડવા માટે 75 પમ્પ સ્ટોરેજ યુનિટની સ્થાપના કરાશે. જેના થકી 75 GWh એનર્જીનું સ્ટોરેજ થશે.

પરંપરાગત સ્રોતોથી આગળ વધીને અમે જીયો થર્મલ, ટાઈડલ એનર્જી અને ન્યુકલીયર એનેર્જી જેવી નવી અને ક્લીન ટેકનોલોજીને પણ વ્યાપક પ્રોત્સાહન અપાશે.

વર્ષ 2047 (દેશની આઝાદીના 100 વર્ષ) : મંત્રી શ્રી એ જણાવ્યું કે, અમૃતકાળનું ઝળહળતું ગુજરાત જ્યારે આપણો દેશ આઝાદીની ભવ્ય શતાબ્દી ઉજવી રહ્યો હશે, ત્યારે વર્ષ 2047 માં આપણું રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશન 187 ગીગાવોટના જંગી આંકડાને આંબી જશે. કેન્દ્ર સરકારના પરામર્શમાં રહીને આપણે 10,000 મેગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી કેપેસીટી સ્થાપિત કરાશે
રાજ્યભરમાં 100 જેટલા પમ્પ સ્ટોરેજ યુનિટની સ્થાપના કરીને રાજ્યની ઊર્જા સુરક્ષાને કાયમી અને અતૂટ બનશે.
મંત્રીશ્રીએ અનુદાનોની મૂકેલી માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

ઊર્જા ક્ષેત્રે વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ 2025ની સ્થિતિ

ગ્રાહકોમાં ઐતિહાસિક વૃદ્ધિ :

  • વર્ષ 2001 માં અંદાજે કુલ 71 લાખ વીજ કનેક્શનની સામે વર્ષ 2025માં અંદાજે કુલ 1.84 કરોડથી વધુ વીજ કનેક્શન થયા છે.
  • વર્ષ 2001માં કુલ વીજ વપરાશ લગભગ 31,960 મિલિયન યુનિટ હતો. જે વર્ષ 2025માં અંદાજે કુલ 1,14,013 મિલિયન યુનિટથી વધુ થયો છે.
  • રહેણાંક ક્ષેત્રમાં 55 લાખથી વધીને 1.35 કરોડ વીજ કનેક્શન થયા છે અને વપરાશમાં પાંચ ગણો વધારો થયો છે.
  • વાણિજ્ય ક્ષેત્રે (કોમર્શીયલ કેટેગરી) પણ 8 લાખથી વધીને 19 લાખ વીજ કનેક્શન થયા છે અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
  • કૃષિ ક્ષેત્રે 5.8 લાખથી વધીને 21 લાખથી વધુ વીજ કનેક્શન થયા છે, જે આપણા ખેડૂતોને વધુ વીજળી ઉપલબ્ધ થવાનું દર્શાવે છે.
  • ઉદ્યોગ ક્ષેત્રે, ખાસ કરીને હાઈ ટેન્શન વીજ વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં, 4,600 થી વધીને 25,000થી વધુ વીજ કનેક્શન થયા છે અને વપરાશ 6,195 મીલિયન યુનિટથી વધીને 52,410 મિલિયન યુનિટનો ધરખમ વધારો થયો છે.
  • છેલ્લા 25 વર્ષમાં 1 કરોડથી વધુ નવા પરિવારો, દુકાનો અને કારખાનાઓને વીજળીના જોડાણ આપીને તેમના જીવનમાં સમૃદ્ધિનો ઉજાસ પાથર્યો છે.
  • 21 લાખથી વધુ ખેડૂતોને વીજળી સાથે જોડીને કૃષિ ક્રાંતિને વેગ આપ્યો છે.

રિન્યુએબલ ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા (INSTALLED CAPACITY) :

વર્ષ 2001મા ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા માત્ર 165 MW હતી જે આજે તેમાં 266 ગણો વધારો થઇને 43,997 MW થઈ ગઈ છે, જે આપણી કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતાના આશરે 63 % સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે

પવન ઊર્જા (Wind) :

165 MW થી 90 ગણો વધારો કરીને 14,855 MW સાથે પવન ઊર્જામાં દેશમાં પ્રથમ ક્રમે છે.

સૌર ઊર્જા (Solar) :

વર્ષ 2001માં શૂન્ય ક્ષમતાથી શરૂઆત કરીને આજે ગુજરાત 26,909 MW સાથે દેશમાં બીજા ક્રમે છે

ખાવડાનો વિશ્વવિક્રમ :

કચ્છના ખાવડા ખાતે 37,350 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. હાલમાં, આ રીન્યુએબલ પાર્કમાંથી 13,000 મેગા વોટના પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે.

રીન્યુએબલ એનર્જી પાર્ક (RE PARK) :

ચારણકા : 749 મેગા વોટ
રાઘાનેશડા : 700 મેગા વોટ
ધોલેરા : 300 મેગા વોટ કાર્યરત છે.

રુફટોપ સોલાર :

આજે 11.44 લાખથી વધુ ઘરો પર રુફટોપ સોલાર (કુલ 6.5 GW+ ક્ષમતા) લગાવીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.