Gandhinagar: જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, અન્ય હોદ્દાની વ્યસ્તતાના કારણે પદ છોડ્યું

જેઠા ભરવાડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આવાસે પહોંચી રાજીનામું સોંપ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 25 Dec 2025 03:57 PM (IST)Updated: Thu, 25 Dec 2025 03:57 PM (IST)
gandhinagar-news-gujarat-assembly-deputy-speaker-jetha-bharwad-resign
HIGHLIGHTS
  • જેઠા ભરવાડે રાજીનામું આપવા અગાઉ પક્ષમાં રજૂઆત કરી હતી: વાઘાણી
  • 2022માં જેઠા ભરવાડને વિધાનસભાના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા

Gandhinagar: ગુજરાતના રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ (જેઠા આહીર)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

જેઠા ભરવાડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું હતુ. જેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકારી લીધુ છે. જેઠા ભરવાડે રાજીનામું આપવા પાછળ પોતાના અન્ય કામના હોદ્દાની વ્યસ્તતાને ગણાવ્યું છે.

જેઠા ભરવાડે રાજીનામું આપવા અગાઉ રજૂઆત કરી હતી
આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, જેઠાભાઈ આહીર અમારા સંનિષ્ઠ સહકારી આગેવાન છે અને તેઓ પંચમહાલ ડેરી, નાફેડ સહિત અન્ય સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેથી કામના ભારણ અને વ્યસ્તતાના લીધે અગાઉ ઘણી વખત પક્ષમાં રજૂઆત કરી હતી. આથી પક્ષ દ્વારા તેમની રજૂઆતને ગ્રાહ્ય રાખીને રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.

જેઠાભાઈએ આજે રાજીખુશીથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સ્વેચ્છાએ આ રાજીનામુ આપ્યું છે. તેઓ સહકારી આગેવાન સાથે હાલ ધારાસભ્ય પણ છે એટલે એ જવાબદારી સુપેરે નિભાવશે. આ ઉપરાંત જેઠાભાઈનું માર્ગદર્શન પક્ષમાં, જાહેર જીવનમાં અને સહકારી ક્ષેત્રે આગેવાન તરીકે જ્યારે જરૂર પડે ત્યારે સદૈવ મળતું રહેશે.

જણાવી દઈએ કે, જેઠા ભરવાડ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા હોવાની સાથે તેઓ પાર્ટીમાં સતત સક્રિય રહે છે.

શહેરાના ધારાસભ્ય હોવાની સાથે-સાથે જેઠા ભરવાડ અનેક સહકારી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ પંચમહાલ ડેરીના ચેરમેન તરીકે પણ બખુબી પોતાની જવાબદારી સંભાળે છે. 2022માં જેઠા ભરવાડને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.