વડસર સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો

ગાંધીનગરના વડસર સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ રમતગમતની કુશળતા અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Nov 2026 08:52 PM (IST)Updated: Fri, 27 Nov 2026 08:52 PM (IST)
gandhinagar-news-grand-celebration-of-the-annual-sports-meet-at-pm-shri-kendriya-vidyalaya-afs-wadsar

PM Shri Kendriya Vidyalaya AFS Wadsar: ગાંધીનગર જિલ્લામાં આવેલ વડસર એરફોર્સ સ્ટેશન (AFS) સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે આજે ભારે ઉત્સાહ સાથે વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સ તેમજ ટીમ ગેમ્સમાં ભાગ લઈને પોતાની રમતગમતની કુશળતા, શિસ્ત અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતુ.

naidunia_image

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનની સંબોધતા પ્રાચાર્ય શેખર જાખોરિયાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે-સાથે ખંત, ટીમ વર્ક અને શારીરિક તંદુરસ્તી અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.

naidunia_image

જ્યારે નોમિની ચેરમેન વિંગ કમાન્ડર ફ્રાન્સિસ ડિમેલોએ રમતોત્સવના સફળ આયોજન બદલ કેન્દ્રીય વિદ્યાલયની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓના પ્રદર્શન તેમજ તેમની તંદુરસ્ત સ્પર્ધાત્મક ભાવનાની પ્રશંસા કરી હતી.

naidunia_image

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોર્ટ્સ કમિટીના સભ્યો વિષ્ણુ લેઉવા, ગજરાજસિંહ, અનિલ દહિયા અને રાજ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા અને સુચારું આયોજન કરવામાં આવ્યું હતુ.

naidunia_image

આ તકે આભાર વિધિ રજૂ કરતા મુખ્ય શિક્ષક મહેન્દ્ર દોહરેએ સમગ્ર કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવામાં સમર્પણ અને સુચારુ સંકલન બદલ વિંગ કમાન્ડર ફ્રાન્સિસ ડિમેલો, પ્રાચાર્ય સહિત તમામ સ્ટાફ સભ્યો અને સ્પોર્ટ્સ કમિટીની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યે વડસર સ્થિત પીએમશ્રી કેન્દ્રિય વિદ્યાલયની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા આ ઉત્સવનું આનંદમય વાતાવરણમાં સમાપન થયું હતું.