Gandhinagar News: ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલ સહિતના નેતાઓ-સમર્થકો સાથે ભાજપમાં જોડાયા, ફિલ્મ જગતના કલાકારોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 19 Mar 2024 03:12 PM (IST)Updated: Tue, 19 Mar 2024 04:32 PM (IST)
gandhinagar-news-former-dhanera-mla-joita-patel-joined-bjp-along-with-leaders-supporters

Gandhinagar News: પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોગ્રેસના બનાસકાઠા ઘાનેરાના પુર્વ ધારાસભ્ય જોઇતા પટેલ, ડીસા વિઘાનસભાના પુર્વ અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર,ધાનેરા ખરીદ વેચાણસંઘના ચેરમેન હરદાસ પટેલ સહિત મોટી સંખ્યામા તેમના સમર્થકો તેમજ ફિલ્મ જગતના કલાકારોમા હકાભાઇ ગઢવી, ગુજરાતી ગીતના લેખક દેવપગલી, ગુજરાતના જાણિતા કલાકાર વિશાલ હાપોર, ભુવાજી સનીભાઇ, જીતેન્દ્ર શર્મા, સચિન પંડયા, અનિલ પી.શર્મા(જ્યોતિષ) તેમજ માજી સૈનિકો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા દેશમા વિકાસનુ વાતાવરણ જોવા મળે છે. સર્વાગી વિકાસની વ્યાખ્યા કેવી હોય તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. કેન્દ્ર સરકારની યોજના જનતાના હિતમા બને અને છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે તેનો પ્રયત્ન પણ પીએમ મોદીએ કર્યો છે.

દરેક સેક્ટરના લોકો માટે સરકારે યોજના જાહેર કરી છે અને તેનો લાભ મળે તેનો પ્રયત્ન કર્યો છે. આજે દેશમા રોડથી લઇ ટ્રેન અને એરપોર્ટની પણ ઉત્તમ સુવિઘા મળી રહી છે. દેશના લોકોનુ આરોગ્ય સારુ રહે તે માટે આયુષ્યમાન યોજના જાહેર કરી તે ઉપરાંત દેશમા નવી 22 એઇમ્સ હોસ્પિટલ પણ બનાવી જેમા ગુજરાતમા રાજકોટમા એક એઇમ્સ બની રહી છે.

naidunia_image

પાટીલે વધુમા જણાવ્યું કે, કોઇ પાર્ટીમા નેતૃત્વ દિશાહિન થઇ જાય ત્યારે તેમ લાગે કે નિર્ણયો ખોટા થઇ રહ્યા છે ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ નિરાશ થઇ જાય છે, કાર્યકર્તાઓ લોકો માટે સેવાકીય કાર્યકરી શકતા નથી ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા ભાજપની વિચારઘારા સાથે જોડાઇ જનતાના સેવાકીય કામ કરવા રાજકીય પાર્ટીના આગેવાનો ભાજપમા જોડાઇ રહ્યા છે. આજે આપ સૌ મોટી સંખ્યામા ભાજપમા જોડાયા છો તે બદલ અભિનંદન. આવો સૌ સાથે મળી ગુજરાતનો વિકાસ કરી દેશના વિકાસમા ફાળો આપીએ.

naidunia_image

આજે વિશ્વના દેશો પણ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખે છે. જયારે આપણા દેશનો કોઇ નાગરીક વિદેશમા કોઇ મુશીબતમા પડે ત્યારે તેને સલામત ભારત લાવવામા સફળ કામ કર્યુ છે. સૌ સાથે મળી લોકસભા ચૂંટણીમા 26 માથી 26 બેઠકો પર જીતની હેટ્રીક સાથે દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતીશું અને નવા કાર્યકર્તાઓ દૂધમા સાકર ભળે તેમ ભળી જશે તેવો વિશ્વાસ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.