પશ્ચિમ બંગાળમાં 'સોનાર બાંગ્લા'નો ઉદય: સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

પશ્ચિમ બંગાળ હવે વડાપ્રધાનના માર્ગદર્શન અને સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં સાચા અર્થમાં 'સોનાર બાંગ્લા' (સુવર્ણ બંગાળ) નો સંકલ્પ સાકાર કરશે: CM ભૂપેન્દ્ર પટેલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 10:29 PM (IST)Updated: Sat, 09 May 2026 10:29 PM (IST)
gandhinagar-news-cm-bhupendra-patel-congratulates-suvendu-adhikari-at-grand-oath-ceremony
HIGHLIGHTS
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુવેન્દુ અધિકારીને પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા

Gandhinagar: પશ્ચિમ બંગાળમાં રાજકીય પરિવર્તન સાથે જ વિકાસના નવા યુગનો પ્રારંભ થયો છે. ભાજપ વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ભવ્ય શપથ વિધિ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી.

નવનિયુક્ત મુખ્યમંત્રીને શુભેચ્છાઓ

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને પુષ્પગુચ્છ અર્પણ કરીને આ નવી જવાબદારી માટે હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ પ્રસંગે બંગાળની જનતાના જનાદેશને આવકાર્યો હતો.

વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં આજે ભાજપા શાસિત તમામ રાજ્યો વિકાસ, ગુડ ગવર્નન્સ અને જન કલ્યાણના નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યા છે. હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સહભાગી થયું છે, જેનો મુખ્યમંત્રીએ વિશેષ હર્ષ વ્યક્ત કર્યો હતો.

'સોનાર બાંગ્લા'નો સંકલ્પ સાકાર થશે
ભૂપેન્દ્ર પટેલે ગાઢ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ હવે વડાપ્રધાનના માર્ગદર્શન અને સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં સાચા અર્થમાં 'સોનાર બાંગ્લા' (સુવર્ણ બંગાળ) નો સંકલ્પ સાકાર કરશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આગામી સમયમાં બંગાળ વિકાસ, શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી ઊંચાઈઓ સર કરશે.