Honda Airblade: Activa બાદ હવે Airblade, સ્પોર્ટી લુક, પાવરફૂલ એન્જિન અને શાનદાર ફિચર્સ સાથે Hondaનું પ્રીમિયમ સ્કૂટર આવશે

હોન્ડાના પોર્ટ ફોલિયોમાં એક્ટિવા સિવાય અન્ય અનેક સ્કૂટર્સ છે. જો તમે પણ હોન્ડા લવર્સ હોવ અને નવું સ્કૂટર લેવાનું વિચારી રહ્યા હોય, તો થોડી રાહ જોવી તમારા માટે ફાયદેમંદ રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 10:15 PM (IST)Updated: Sat, 09 May 2026 10:15 PM (IST)
after-activa-now-honda-premium-scooter-with-sporty-looks-airblade-to-be-launched-in-india
HIGHLIGHTS
  • કંપનીએ હોન્ડા એરબ્લેડની ડિઝાઈન ભારતમાં પેટન્ટ કરાવતા ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા વધી

Honda Airblade: હાલના સમયમાં ભારતનું સ્કૂટર માર્કેટ મોટા પરિવર્તનના યુગમાંથી પસાર થઈ રહ્યો છે. હવે ગ્રાહકોની પ્રાથમિક્તા માત્ર વધારે માઈલેજવાળા સામાન્ય સ્કૂટરો પુરતી મર્યાદિત નથી રહી, પરંતુ નવા સ્ટાઈલિસ્ટ અને પ્રીમિયમ મૉડલ પર વધારે પસંદગી ઉતારી રહ્યા છે.

આજની યંગ જનરેશન એવા સ્કૂટરને પ્રાથમિક્તા આપી રહી છે, જે માત્ર દેખાવમાં જ આકર્ષક ના હોય, પરંતુ તેમની લાઈફસ્ટાઈલ અને સ્ટેટસને પણ દર્શાવતી હોય. ખાસ કરીને યુવાઓમાં સ્પોર્ટી ડિઝાઈન અને એડવાન્સ ફિચર્સ વાળા સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે. જેના કારણે કંપનીઓ પણ ગ્રાહકોની નાડ પારખીને પોતાની પ્રોડક્ટ સતત અપડેટ કરી રહી છે.

આ બધાની વચ્ચે હોન્ડા કંપનીએ પોતાના લોકપ્રિય સ્કૂટર હોન્ડા એરબ્લેડ (Honda Airblade)ની ડિઝાઈન ભારતમાં પેટન્ટ કરાવી છે. જેના કારણે એવું કહેવાય છે કે, ભવિષ્યમાં કંપની આ સ્કૂટરને ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે.

જો કે હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. ઘણીવાર એવું થતું હોય છે કે, પેટન્ટ માત્ર ડિઝાઈન સુરક્ષા માટે જ કરાવવામાં આવે છે. જો કે તેનાથી પ્રોડક્ટ લૉન્ચ થવાની શક્યતા ઘણી વધી જતી હોય છે.

વિદેશમાં ભારે માંગ ધરાવતા આ સ્કૂટરના ફિચર્સ કેવા છે?

અત્યારે હોન્ડા એરબ્લેડ ભારત સિવાયના અનેક દેશોમાં વેચાઈ રહ્યું છે, જ્યાં તેને લોકો દ્વારા ખૂબ જ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. આ સ્કૂટર તેના સ્પોર્ટી લુક, પાવરફૂલ એન્જિન અને આધુનક ફિચર્સના કારણે યુવાઓમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે.

હોન્ડા એરબ્લેડની ડિઝાઈન સામાન્ય સ્કૂટર કરતાં ઘણી અલગ અને વધારે અગ્રેસિવ દેખાઈ રહી છે. જેમાં શાર્પ બૉડી પેનલ, એરો ડાયનામિક ફ્રન્ટ ડિઝાઈન અને સ્ટાઈલિશ LED હેડલાઈટ્સ આપવામાં આવે છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે.