Vastu Upay: પૂજામાં વપરાતી રૂની નાની અમથી દિવેટ ઘરમાં સુખ-શાંતિ વધારશે, એકવાર અજમાવી જુઓ આ ચમત્કારિક ઉપાય

આડી દિવેટનું પ્રયોગ ધન અને વંશ વૃદ્ધિ માટે કરવામાં આવે છે. જેને કુળ દેવી, કુળ દેવતા, ઈષ્ટ દેવ અને માતાજી સમક્ષ પ્રગટાવવી જોઈએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 09:18 PM (IST)Updated: Sat, 09 May 2026 09:18 PM (IST)
benefits-of-long-and-round-wicks-vastu-upay
HIGHLIGHTS
  • દીવામાં આડી દિવેટ રાખવી કે ઉભી?

Wicks Vastu Upay: હિન્દુ ધર્મમાં પૂજાના સ્થાન અર્થાત મંદિરને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ જગ્યાએ સૌથી વધુ પોઝિટિવ એનર્જી હોય છે. આજ કારણોસર મંદિરમાં રાખેલી દરેક વસ્તુઓ તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકે છે.

જો તમારા ઘરમાં પણ અવારનવાર સમસ્યા આવતી રહેતી હોય, તો તમે રૂની દિવેટનો ઉપયોગ કરી શકો છે, જેના થકી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ સાથે જ તમારા વર્ષોથી અટકેલા કાર્યો પણ સરળતાથી પૂરા થાય છે.

આડી કે ઉભી કંઈ દિવેટ સૌથી સારી?

મોટાભાગના લોકો આ બાબતે મુંઝવણ અનુભવતા હોય છે કે, દીવામાં આડી દિવેટ રાખવી કે ઉભી? જો કે વાસ્તુ અનુસાર આ બન્ને દિવેટનું આગવું મહત્ત્વ હોવાની સાથે-સાથે તેના લાભ પણ અલગ-અલગ છે.

આડી દિવેટનું પ્રયોગ ધન અને વંશ વૃદ્ધિ માટે કરવામાં આવે છે. જેને કુળ દેવી, કુળ દેવતા, ઈષ્ટ દેવ અને માતાજી સમક્ષ પ્રગટાવવી જોઈએ.

જ્યારે ઉભી દિવેટને ભગવાન વિષ્ણ, મહાદેવ અને હનુમાનજી સમક્ષ પ્રગટાવવી જોઈએ. જેનાથી જીવનમાં સ્થિરતા આવે છે.

દિવેટ રાખતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખો? (Vastu Tips For Home)

જો તમને એવું લાગતું હોય કે, ઘરમાં સમસ્યાઓ વધી રહી છે, તો આવી સ્થિતિમાં તમે દીવો પ્રગટાવતી વખતે દિવેટનું મુખ પૂર્વ દિશામાં રાખો. જેનાથી સ્વાસ્થ્ય સુધરે છે અને આયુષ્ય પણ વધે છે. ધન લાભ અને સફળતા માટે દિવેટનું મુખ ઉત્તર દિશામાં રાખીને પ્રગટાવવું જોઈએ.

ઘરમાં સુખ-શાંતિ માટે દિવેટનો ઉપાય (Vastu Upay)

જો ઘરમાં લાંબા સમયથી અશાંતિ રહેતી હોય અને અંદરોઅંદર ઝઘડા વધી ગયા હોય, તો આવી સ્થિતિમાં તમે રૂની સફેદ દિવેટને ઘીમાં પલાળીને દીવો પ્રગટાવો. મંગળવાર અને શનિવારના રોજ હનુમાનજી સમક્ષ ચમેલીના તેલમાં દિવેટ મૂકીને પ્રગટાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક્તા દૂર થશે. આ સાથે જ ઘરમાંથી કંકાશ દૂર થશે.

ચંદન સાથે દિવેટનો ઉપાય

જો જીવનમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોવ, તો દિવેટ બનાવતા પહેલા રૂમાં થોડું ચંદન લગાવી દો. જે બાદ ઘીમાં પલાળીને તેને પ્રગટાવો. આમ કરવાથી ઘરમાં સુવાસ ફેલાવાની સાથે-સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.