Gandhinagar: દહેગામની મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે 10 ભક્તો ડૂબ્યા, 8ના મૃતદેહ મળ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Sep 2024 05:43 PM (IST)Updated: Fri, 13 Sep 2024 06:48 PM (IST)
gandhinagar-news-9-drown-in-meshvo-river-at-dahegam-during-ganesh-visarjan

Gandhinagar: થોડા દિવસ અગાઉ પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન વખતે 5 લોકો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. જે બાદ આવી જ વધુ એક ઘટના ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દહેગામના વાસણા સોગઠી ગામમાંથી પસાર થઈ મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે 10 લોકો ડૂબી ગયા હતા. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસતા તેને બચાવવા જતા એક પછી એક એમ 10 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી 8ના મૃતદેહ મળી આવ્યા છે.

હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા ઉપરાંત પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને નદીમાં પડેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ પાટણ જિલ્લામાંથી પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સભ્યો ગણપતિ વિસર્જન માટે સરસ્વતી નદીએ ગયા હતા. જ્યાં એક પછી એક પરિવારના 7 સભ્યો ડૂબી ગયા હતા. જે પૈકી 3ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 4ના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.

આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન રાજ્યમા બનેલી મોતની ઘટના

દહેગામ 5ના મોત
પાટણ ચારના મોત
નડિયાદ બેના મોત
જૂનાગઢ એકનું મોત