Gandhinagar | Independence Day 2025: સ્વતંત્રતા દિવસ-2025ના અવસરે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી 2 પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટેના પોલીસ ચંદ્રક (PSM) અને 21 અધિકારીઓ/કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટેના પોલીસ ચંદ્રક (MSM) જાહેર કરાયા છે.
વિશિષ્ટ સેવા માટેના પોલીસ મેડલ (PSM) મેળવનારા અધિકારીઓમાં પીયુષ પટેલ, IPS (ડાયરેકટર, એ.સી.બી. અમદાવાદ) અને મુકેશ જગદીશચંદ્ર સોલંકી, SPS, પોલીસ અધિક્ષક (અધિક પોલીસ મહાનિદેશક, ઇન્ટે. ગુ.રા, ગાંધીનગર) નો સમાવેશ થાય છે.
પ્રશંસનીય સેવા માટેના પોલીસ મેડલ (MSM) માટે કુલ 21 અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં IPS અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જેવા વિવિધ રેન્કના અધિકારીઓ/કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સન્માન તેમના અસાધારણ યોગદાન અને સમર્પણને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે.
