Gandhinagar: ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની વરણીથી લઈને વિપક્ષનું કાર્યાલય ડે. CMને ફાળવાવ સુધી, જુઓ આજની વિધાનસભા અપડેટ

આજથી 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Feb 2026 04:13 PM (IST)Updated: Mon, 16 Feb 2026 04:13 PM (IST)
gandhinagar-gujarat-legislative-assembly-update-purnesh-modi-gopal-italia
HIGHLIGHTS
  • ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની વરણી કરાઈ
  • વિપક્ષનું કાર્યાલય નાયબ મુખ્યમંત્રીને ફાળવ્યું
  • ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત

Gujarat Assembly Session Update: આજથી 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે. બીજી તરફ વિધાનસભા ગૃહના નવા ઉપાધ્યક્ષ તરીકે પુર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યએ NOTA પર વોટ આપ્યો હતો. ગાંધીનગર વિધાનસભામાંથી સામે આવી રહેલા તમામ મોટા સમાચાર વાંચો...

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ સત્રમાં રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણય તેમજ લોકોને વધુ વિકાસ મળે તે માટે નવી યોજનાઓ પર ચર્ચા થશે. મારી તમામ પક્ષોને વિનંતી છે કે રાજકીય ટીકાથી બહાર આવી ચર્ચા કરે. સૌ ધારાસભ્ય પોતાના મતવિસ્તારના પ્રશ્નો અંગે સૂચનો આપે.

વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની વરણી

આજે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં પૂર્ણેશ મોદીની બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. કોંગ્રેસના દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મત વિચારણા દરમિયાન કોંગ્રેસના શૈલેષ પરમારનો પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવ્યો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં ચુકાદો થયો હતો.

AAP ધારાસભ્યોએ ‘NOTA’ આપ્યો

વિધાનસભા સત્ર દરમિયાન થયેલી ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અગળી રહી હતી. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો ન આપતા ‘NOTA’ નો વિકલ્પ પસંદ કર્યો હતો. ત્યારબાદ વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

વિપક્ષનું કાર્યાલય બન્યું હવે ડે. CMનું કાર્યાલય

નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય અંગે સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં બીજા માળે બંધ પડેલું વિપક્ષનું કાર્યાલય હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય તરીકે ઓળખાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં સ્ટાફ વધુ હોવાના કારણે બીજા માળ ખાતે ઓફિસ ફાળવવામાં આવી છે. અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઓફીસ ફાળવવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના 17 ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના 17 ધારાસભ્ય હોવાના કારણે વિપક્ષનું પદ કોંગ્રેસને મળ્યું ન હતું. આથી વિપક્ષ કાર્યાલય બંધ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષને વિધાનસભાના પ્રથમ માળે ઓફિસ ફાળવી હતી.

NOTA આપવા પર બોલ્યા ગોપાલ ઈટાલીયા

વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, હું વિસાવદરના ખેડૂતોનો આભાર માનું છું, વિધાનસભામાં બેસીને બોલી શકું છું તેમાં મને રોમાંચ થાય છે. ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં કોઈને પણ વોટ ન આપવા પર ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, અમે NOTA ની માંગણી કરી. એમણે બંને પાર્ટી પસંદ નથી. પૂર્ણેશભાઈને ઉપાધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પાઠવું છું.

naidunia_image

"અમેરિકાના દબાણમાં આવીને કરી છે ટ્રેડ ડીલ"

અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ અંગે વાત કરતા MLA ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ભારતને નુકશાન અને અમેરિકાને ફાયદો થાય તેવી ટ્રેડ ડીલ કરવામાં આવી. આ ટ્રેડ ડીલ ખેડૂતો માટે હાનિકારક હોવા છતાં રાજ્યપાલે ક્યાંય પણ ઉલ્લેખ ન કર્યો. ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને આપવાના બદલે અમેરિકાને ફાયદો થાય તે રીતે અમેરિકાના દબાણમાં આવીને ટ્રેડ ડીલ કરી છે.

જયેશ રાદડીયાને ગળે મળવાની બાબતે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, બસ ખબર અંતર પૂછ્યા હતા. જ્યારે ભાજપની B ટીમ અંગે પૂછતા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને ભાજપ એવું વિચારે છે કે અમારા સગાંવહાલાં જ ધારાસભ્ય બનશે. અમારી ઉપર આરોપ આપવાના બદલે પોતપોતાની રીતે કામ કરે.