ગાંધીનગર: બહિયલ કેનાલમાંથી નણંદ-ભાભીના કોહવાયેલા મૃતદેહ મળ્યા; દુપટ્ટાથી કમર બાંધીને આપઘાત કર્યો

ગાંધીનગરના દહેગામની બહિયલ કેનાલમાંથી કઠલાલની નણંદ-ભાભીના કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં કોહવાયેલા મૃતદેહ મળ્યા. સમલૈંગિક સંબંધોના ડરથી આપઘાત કર્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ કરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 14 Jun 2026 08:44 AM (IST)Updated: Sun, 14 Jun 2026 08:44 AM (IST)
gandhinagar-dahegam-bahiyal-canal-nanand-bhabhi-suicide-case

Gandhinagar News: ગાંધીનગરના દહેગામ તાલુકામાંથી એક અત્યંચ ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની બહિયલ નર્મદા કેનાલમાંથી 18 વર્ષીય ભાભી અને 13 વર્ષીય નણંદની અત્યંત વિકૃત અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના વતની એવા આ કૌટુંબિક નણંદ-ભાભીએ આપઘાત કરતા પહેલા એક જ સરખો ડ્રેસ પહેર્યો. આ બંનેની મૃતદેહ કેનાલના પાણીમાંથી એકબીજાની સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી.

દુપટ્ટાથી એકબીજા સાથે મર બાંધીને કેનાલમાં ઝંપલાવ્યું

આ બનાવની ચૌકાવનારી બાબત એ છે કે, સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે બંનેના કમર એક જ દુપટ્ટાથી પરસ્પર મજબૂત બંધાયેલા હતા. આ દ્રશ્ય જોઈને બહિયલ કેનાલ પર હાજર સ્થાનિકો અને પોલીસ સ્તબ્ધ થઈ ગયા હતા.

મૃતક યુવતીના પતિએ પોલીસને જણાવ્યું હતું કે, ગત 11મી તારીખની રાત્રે તેની 18 વર્ષની પત્ની અને 13 વર્ષની પિતરાઈ બહેન કોઈને પણ કહ્યા વિના અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારે આખી રાત આસપાસના વિસ્તારો અને સગા-સંબંધીઓને ત્યાં ભારે શોધખોળ કરી હતી. છેક ગાંધીનગર સુધી તપાસ લંબાવ્યા બાદ, બપોરે બહિયલ કેનાલમાંથી બે અજાણી સ્ત્રીના મૃતદેહ મળ્યાની જાણ થતાં પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં બંનેની ઓળખ થઈ હતી.

સમલૈંગિક સંબંધો હોવાની આશંકાથી ચર્ચા ગરમાઈ

આ રહસ્યમય આપઘાત પાછળના કારણોને લઈને સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર તર્ક વિતર્કો વહેતા થયા છે. પ્રાથમિક તપાસ અને ઘટનાની કડીઓએ જોતાં આશંકા વ્યક્ત કરાઈ છે કે,

  • અસામાન્ય સંબંધોની આશંકા: 18 વર્ષીય ભાભી અને 13 વર્ષીય સગીર નણંદ વચ્ચે સમલૈંગિક સંબંધો હોઈ શકવાની આશંકા છે.
  • સામાજિક બદનામીનો ડર: આ પ્રકારના સંબંધોને સમાજ કે પરિવાર ક્યારેય સ્વીકારશે નહીં તેવો ડર તેમના મનમાં ઘર કરી ગયો હોય તેવી આશંકા છે.
  • આંતરિક દબાણ: સામાજિક કલંક અથવા કૌટુંબિક દબાણના ડરથી બંનેએ સાથે જીવી ન શકવાના કારણે સાથે મરવાનો આ ખતરનાક રસ્તો પસંદ કર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પોલીસ તપાસ: આપઘાતનું રહસ્ય હજુ પણ અકબંધ

દહેગામ પોલીસે હાલમાં આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે બંને યુવતીઓનાં પરિવારના લોકો અને પિયર પક્ષના લોકોના વિગતવાર નિવેદનો નોંધ્યા છે. તેમજ પોલીસ હાલમાં આ આપઘાત પાછળના સાચા કારણોને શોધવા માટે તમામ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.