Gandhinagar: આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પોતાના પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના લોકસભા વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે.
અમિત શાહના આવતીકાલના દિવસભરના કાર્યક્રમ પર નજર નાંખીએ તો,
સવારે સાડા 10 કલાકે અમિત શાહ અમદાવાદના સોલામાંશ્રી દશકોશી કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 25માં સમુહલગ્નોત્સવમાં હાજરી આપશે. જ્યાં એક કલાક રોકાયા બાદ સવારે સાડા 11 કલાકે તેઓ કલોલ સ્થિત કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરશે.
જે બાદ 12 કલાકે કલોલના સઈજ ખાતે શ્રી સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુલની મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કરશે. જ્યારે બપોરે અઢી વાગ્યે ગાંધીનગરના ધોળાકુંવા સ્થિત ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા નવનિર્મિત વિદ્યાભવનનું લોકાર્પણ કરશે.
અમિત શાહ બપોરે પોણા 3 વાગ્યે સ્માર્ટ સિટી અંતર્ગત ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સેક્ટર-21માં બનાવવામાં આવેલી અત્યાધૂનિક લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. આ સાથે જ GUDAના 2663 આવાસોના ડ્રોમાં હાજરી આપશે. જે બાદ પેથાપુરમાં ગાંધીનગર મનપાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને અહીં જનસભાને સંબોધન પણ કરવાના છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
