Gandhinagar: અમિત શાહે માણસા તાલુકાના અંબોડ ખાતે 241 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ ખાતમુહુર્ત અને ઇ લોકાર્પણ કર્યાં

અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અંબોડ ખાતે માણસા તાલુકાના 241 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ ખાતમુહુર્ત અને ઇ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 15 Jan 2025 06:41 PM (IST)Updated: Wed, 15 Jan 2025 06:41 PM (IST)
gandhinagar-amit-shah-inaugurated-and-launched-various-development-projects-worth-more-than-241-crores-at-ambode-in-mansa-taluka
HIGHLIGHTS
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરસ્યા ગુજરાતની તરસ છીપાવાનું કામ કર્યું હતુંઃ અમિત શાહ
  • PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિકસિત થયેલ વોટર મેનેજમેન્ટ સિસ્ટમને પરિણામે ગુજરાત આજે પાણીદાર રાજ્ય બન્યું છેઃ અમિત શાહ
  • PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ગુજરાતના પતંગે વિશ્વ ફલકમાં નીત નવી ઊંચાઈઓ હાંસલ કરી છેઃ ભુપેન્દ્ર પટેલ
  • PM નરેન્દ્ર મોદીએ જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ વિકસાવી: ભુપેન્દ્ર પટેલ

Gandhinagar: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અંબોડ ખાતે માણસા તાલુકાના 241 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ ખાતમુહુર્ત અને ઇ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે, આજે માણસા તાલુકામાં 241 કરોડથી વધુ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા છે. શાહની પોતાની જન્મભૂમિને ખૂબ જ વિકસિત જોઈને તેઓએ ખૂબ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ માણસા તાલુકાના સાર્વત્રિક વિકાસ માટે માણસના વતની તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે અંબોડ ખાતેનું મા મહાકાળીનું આ તીર્થધામ દાયકાઓથી લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ બેરેજ બનવાથી માં ના આંગણામાં બારેય મહિના પાણી ભરેલું રહેશે અને આ સ્થળ આનંદ અને શ્રદ્ધાનું સંગમસ્થાન બનશે.

naidunia_image

શાહે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તરસ્યા ગુજરાતની તરસ છીપાવાનું કામ કર્યું છે. તેઓએ ધારાસભા વખતના સંસ્મરણો યાદ કરતા કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે બોરવેલ બનાવવાની પરમિશન ધારાસભ્યો દ્વારા માગવામાં આવતી હતી અને ડાર્કઝોનના કારણે તે શક્ય બનતું ન હતું. આ પરિસ્થિતિ બદલવાનો વિચાર PM નરેન્દ્ર મોદીને તે વખતે આવ્યો અને કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવાનું કામ થયું. તેઓ કહ્યું કે કોંગ્રેસની તમામ અડચણો સંઘર્ષ થકી પાર પાડીને વડાપ્રધાન મોદીજીએ નર્મદા યોજના પૂરી કરી અને વડાપ્રધાન બન્યા બાદ તરત જ દરવાજા નાખવાનું કામ પણ પૂરું કર્યું. ભરૂચથી ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર થઈને નર્મદા કેનાલ પહોંચાડવામાં આવી. આ નર્મદાના પાણી થકી સમગ્ર ગુજરાતના 9000થી વધુ તળાવમાં પાણી નાખવાનું કામ પૂર્ણ થયું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યની ભાજપા સરકારે સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે પાણી પહોંચાડ્યા. ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજના થકી દરિયામાં વહી જતું પાણી અટકાવી પાણીના તળ ઊંચા આવ્યા. PM નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસિત થયેલ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર ગુજરાતમાં ખૂબ સુપેરે આગળ ધપાવી રહી છે.

naidunia_image

શાહે વધુમાં કહ્યું કે, સાબરમતી નદી પર 14 ચેક ડેમ બનવાના કારણે નદી તળાવની આસપાસના વિસ્તારોમાં 40-50 ફૂટ જેટલા તળ ઉપર આવશે. તેઓએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઈડ યુક્ત પાણીના કારણે અકાળે વૃદ્ધત્વ આવતું હતું. નર્મદા યોજનાના કારણે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થવાથી આ સમસ્યાનો મહદ અંશે અંત આવ્યો છે. તેઓએ કહ્યું કે આ બેરેજના નિર્માણથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે અને આ તીર્થધામ એક વિશાળ યાત્રાધામમાં પરિવર્તિત પણ થશે.

CM ભુપેન્દ્ર પટેલે આ તબક્કે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતના પતંગે વિશ્વ ફલકમાં નીત નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. તેઓ કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. રાજ્યની ભાજપા સરકાર આ કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવી રહી છે. માણસા ખાતે 8 જેટલા બેરેજ બની રહ્યા છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનો અંત આવશે. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ રાજ્યમાં હજારો ચેકડેમ, બોરવેલ, ખેત તલાવડીઓ ઊભા થઈ રહ્યા છે અને જેના કારણે 1.19 લાખ ઘનફૂટ જળસંચયની ક્ષમતા વધી છે.

naidunia_image

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, જયસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, ગાંધીનગર લોકસભાના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપા પ્રભારી અશોક ચૌધરી, ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલ, ધારાસભ્યો, સંસદસભ્યો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.