માર્ગ-મકાન વિભાગના કામોને વેગ આપવા મુખ્યમંત્રીનો મોટો નિર્ણયઃ ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવા આદેશ

પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. મુખ્યમંત્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ચિત કરવા હવે કડક સમયમર્યાદા લાગુ કરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 01:02 PM (IST)Updated: Sun, 20 Sep 2026 01:02 PM (IST)
cm-bhupendra-patel-orders-faster-tender-approvals-within-51-to-66-days

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામો વધુ ઝડપી બને અને વહીવટી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ ન થાય તે હેતુથી ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો મુખ્યમંત્રીએ કર્યો છે. ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવા આદેશ અપાયા છે. ટેન્ડરની માન્યતા (Validity)નો ગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાયો છે.

પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો. મુખ્યમંત્રીએ કામો ઝડપથી શરૂ થાય તે સુનિશ્ચિત કરવા હવે કડક સમયમર્યાદા લાગુ કરી છે. તદનુસાર,જે કામોમાં પુર્વ પાત્રતાની જોગવાઇ નથી એવ્વાં સિવાયના ટેન્ડરો માટે( જ્યાં માત્ર ફાયનાન્સીયલ બીડ હોય ) : ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. કામમાં ઇજારદારોની પુર્વ પાત્રતાની ની જોગવાઈ ધરાવતા ટેન્ડરો માટે( જ્યાં ટેક્નીકલ અને ફાઇનાન્સિયલ બીડ બે બીડ હોય તેવા ટેન્ડર) : તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

ટેન્ડરની વેલિડિટી (Tender Validity)નો પ્રવર્તમાન 120 દિવસનો ગાળો ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે. નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ આપી એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો (Negotiation) કરવાનું ટાળવાનું રહેશે. વાટાઘાટો અનિવાર્ય બને તો તે એક જ સ્તરે (સક્ષમ સત્તાધિકારી કક્ષાએ) પૂર્ણ કરવાની રહેશે; એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં. જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહી થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઇને જે તે અધિકારીની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે.

અધૂરી દરખાસ્તો ને કારણે થયેલ વિલંબની સંપૂર્ણ જવાબદારી જે-તે રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એ કરેલા આ નિર્ણયોના પરિણામે રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા ત્વરિત અને વધુ પારદર્શક બનશે. એટલુજ નહિ,કામો નિયત સમયમર્યાદામાં શરૂ કરી શકાશે અને પ્રજાજનોને વહેલી સગવડ નો લાભ મળતો થવાથી ઇઝ ઓફ લિવિંગ માં વૃદ્ધિ પણ થશે.