Chhota Udaipur Lok Sabha Seat 2024: છોટા ઉદેપુર લોકસભા બેઠક પર આ વખતે જશુભાઈ રાઠવા સામે સુખરામ રાઠવા મેદાને, આ સીટ પર નારણ રાઠવા 6 વખત સાંસદ બન્યા હતા

By: Rajendrasinh ParmarEdited By: Rajendrasinh Parmar Publish Date: Thu 28 Mar 2024 03:59 PM (IST)Updated: Thu 28 Mar 2024 05:06 PM (IST)
chhota-udaipur-lok-sabha-election-2024-jashubhai-rathwa-vs-sukhram-rathwa-contest-at-this-constituency-congress-6-time-and-bjp-won-4-time-election-306011

Chhota Udaipur Lok Sabha Constituency 2024: છોટા ઉદેપુર લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી વર્ષ 1977માં યોજાઇ હતી. આ લોકસભા બેઠકમાં છોટા ઉદેપુર, જેતપુર, હાલોલ, સંખેડા, ડભોઇ, પાદરા, નાદોદ વિધાનસભાનો સમાવેશ થાય છે. છોટા ઉદેપુર જિલ્લો આમ તો વર્ષ 2013માં અસ્તિત્વમાં આવ્યો હતો. 2013માં તત્કાલિંક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાત જિલ્લાની જાહેરાત કરી હતી જેમાં છોટા ઉદેપુરનો સમાવેશ થયો હતો. આ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ મળી આવે છે. છોટા ઉદેપુર આદિવાસી અનામત બેઠક છે. આ બેઠક પર રાઠવા જ્ઞાતિના ઉમેદવાર જીતતા આવ્યા છે.

આ બેઠક જશુભાઈ રાઠવા સામે સુખરામ રાઠવા મેદાનમાં
ભારતીય જનતા પાર્ટીએ ગીતાબેન રાઠવાનું પત્તુ કાપીને જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે સુખરામ રાઠવાને ટિકિટ આપી છે. મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા જેવા આ વિસ્તારના મોટા નેતા ભાજપમાં જોડાયા હોવાથી ભાજપને લોકસભાની ચૂંટણી તેમનો ફાયદો મળી શકે છે. આ બેઠક પર કુલ 1822 મતદાન સ્થળોમાં 2205 મતદાન મથકો આવેલા છે. બેઠકમાં કુલ 18,14,194 મતદારો છે. જેમાંથી 9,28,081 પુરુષ મતદારો અને 8,86,096 મહિલા મતદારો જ્યારે 17 અન્ય મતદારો છે.

છોટા ઉદેપુર લોકસભા બેઠક પર નારણ રાઠવાએ 6 વાર જીત મળવી
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર સૌથી વધુ વાર જીત મેળવનાર નારણ રાઠવા છે. તેઓ વર્ષ 1989માં પ્રથમ ચૂંટણી લડ્યા હતા. નારણ રાઠવા જનતા દળમાંથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા. તેમને કોંગ્રેસના ત્રણ ટર્મથી વિજેતા બનનાર અમરસિંહ રાઠવાને હરાવને છોટા ઉદેપુર લોકસભા બેઠક પર જીત મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 1991માં નારણ રાઠવા ફરીથી જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. ત્યાર બાદ નારણ રાઠવા કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જાડાયા બાજ તેઓ ત્રણ વાર છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જ્યારે વર્ષ 1999માં રામસિંહ રાઠવાએ નારણ રાઠવાને હરાવીને ભાજપને વિજય બનાવી હતી. જો કે, વર્ષ 2024ની ચૂંટણી પહેલા નારણ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

છોટા ઉદેપુર લોકસભા સીટ કોંગ્રેસે 6 વાર જીતી
છોટા ઉદેપુર લોકસભા સીટ પર વર્ષ 1977 થી માંડીના વર્ષ 1998 સુધી કોંગ્રેસ સતત જીત મેળવી હતી. છોટા ઉદેપુર લોકસભા સીટ પર કોંગ્રેસે 6 વાર જીત મેળવી છે. જેમાં ત્રણ વાર અમરસિંહ રાઠવા જીત મેળવીને સાંસદ બન્યા હતા. જ્યારે ત્રણ વાર નારણ રાઠવા જીત મેળવીને સાંસદ બન્યા હતા. આ ઉપરાંત આ સીટ પર જનતા દળ પક્ષના ઉમેદવાર બે વાર જીત મેળવી હતી. જેમાં જનતા દળ વર્ષ 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. નારણ રાઠવા જ્યારે જનતા દળમાંથી ચૂંટણી લડ્યા તે દરમિયાન છોટા ઉદેપુર સીટ પર જનતા દળનો વિજય થયો હતો.

વર્ષજીતેલા ઉમેદવારપક્ષહારેલા ઉમેદવારપક્ષ
1977અમરસિંહ રાઠવાINCમનહરભાઇ રાઠવાBLD
1980અમરસિંહ રાઠવાINCમોહનસિંહ રાઠવાJNP
1984અમરસિંહ રાઠવાINCભીમસિંહ કોલીધરJNP
1989નારણ રાઠવાJDઅમરસિંહ રાઠવાINC
1991નારણ રાઠવાJDભીખુભાઇ રાઠવાBJP
1996નારણ રાઠવાINCઅર્જુનસિંહ રાઠવાBJP
1998નારણ રાઠવાINCરામસિંહ રાઠવાBJP
1999રામસિંહ રાઠવાBJPનારણ રાઠવાINC
2004નારણ રાઠવાINCરામસિંહ રાઠવાINC
2009રામસિંહ રાઠવાBJPનારણ રાઠવાINC
2014રામસિંહ રાઠવાBJPનારણ રાઠવાINC
2019ગીતાબેન રાઠવાBJPરણજીતસિંહ રાઠવાINC

છોટા ઉદેપુર સીટ પર ભાજપ ચાર વાર જીતી શક્યુ
છોટા ઉદેપુર સીટ પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ જીત મેળવતુ રહ્યુ છે. આમ જોઇએ તો અત્યાર સુધીમાં આ સીટ પર ભાજપ માત્ર ચાર વાર જીતી શક્યુ છે. જેમાં વર્ષ 1999માં ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવાનો વિજય થયો અને આ સીટ પર ભાજપની પ્રથમ વાર વિજય થયો હતો. ભાજપની ચાર વાર વિજય મળ્યો તેમાં ત્રણ વાર રામસિંહ રાઠવા સાંસદ બન્યા હતા. જ્યારે વર્ષ 2019ની લોકસભા ચુંટણીમાં ભાજપે આ સીટ પર મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. જેમાં ગીતાબેન રાઠવા લોકસભા ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જશુભાઇ રાઠવાને મેદાને ઉતાર્યા છે.

1977અમરસિંહ રાઠવાINCમનહરભાઇ રાઠવાBLD
1980અમરસિંહ રાઠવાINCમોહનસિંહ રાઠવાJNP
1984અમરસિંહ રાઠવાINCભીમસિંહ કોલીધરJNP
1996નારણ રાઠવાINCઅર્જુનસિંહ રાઠવાBJP
1998નારણ રાઠવાINCરામસિંહ રાઠવાBJP
2004નારણ રાઠવાINCરામસિંહ રાઠવાINC

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

1999રામસિંહ રાઠવાBJPનારણ રાઠવાINC
2009રામસિંહ રાઠવાBJPનારણ રાઠવાINC
2014રામસિંહ રાઠવાBJPનારણ રાઠવાINC
2019ગીતાબેન રાઠવાBJPરણજીતસિંહ રાઠવાINC