અમિત શાહનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ મુલતવી, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત તમામ કાર્યક્રમો છેલ્લી ઘડીએ રદ્દ કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 3 થી 5 સપ્ટેમ્બરનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સહિતના તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમો મોકૂફ રખાયા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 03 Sep 2026 12:00 AM (IST)Updated: Thu, 03 Sep 2026 12:00 AM (IST)
amit-shah-gujarat-visit-postponed-events-scheduled-from-sept-3-to-5-deferred

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આગામી 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રવાસે આવવા ના હતા, પરંતુ હવે તેમની ગુજરાત મુલાકાત મોકુફ રાખવામાં આવી છે. જેથી હવે ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસની નવી તારીખો જાહેર કરવામાં આવી શકે છે.

અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ હતો

હકીકતમાં અમિત શાહ 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસ દરમિયાન ગુજરાતમાં રહેવાના હતા. પોતાની આ ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના હતા.

આ ઉપરાંત 4 સપ્ટેમ્બરે વસ્ત્રાપુર સ્થિત કલ્યાણ પુષ્ટિ હવેલીમાં આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમીમાં પણ ભાગ લેવાના હતા. તેમજ સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ પ્રેજેક્ટનું ઉદ્ઘાટન ઉપરાંત સાબરમતીથી દેશની પ્રથમ LNG-ડીઝલ ડ્યૂલ ફ્યુલ ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU) ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. જો કે છેલ્લી ઘડીએ અમિત શાહનો પ્રવાસ રદ્દ કરી દેવામાં આવતા, તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 27 ઓગસ્ટે પણ અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમરેલીના દૂધાળામાં એક સરોવરનું લોકાર્પણ કર્યું હતુ. તેમજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 72માં પદવીદાન સમારોહમાં સામેલ થયા હતા. આ ઉપરાંત બોપલમાં લોકદરબારમાં લોકોની રજૂઆતો પણ સાંભળી હતી.