ગૌહત્યા પર પ્રતિબંધ અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ, અડાલજમાં સંતોનું ભવ્ય મહાસંમેલન

ગાંધીનગરના અડાલજમાં ગૌ સન્માન મહાસંમેલન યોજાયું. ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગાયને રાષ્ટ્રમાતા તથા રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે સંતો અને ગૌભક્તો એકત્ર થયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 27 Nov 2026 12:35 PM (IST)Updated: Fri, 27 Nov 2026 12:35 PM (IST)
adalaj-gau-sanman-mahasammelan-cow-rashtra-mata-ban-cow-slaughter

Gandhinagar News: સનાતન હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે સન્માન આપવામાં આવે છે. ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો અપાવવા હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવે છે. દેશમાં ગૌહત્યા કરવામાં આવતી હોવાથી તેને નાબૂદ કરવા અને ગાયને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવે તેવા ઉદ્દેશ્ય સાથે ગાંધીનગરના અડાલજ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અડાલજ ખાતે મોટો સમારોહ યોજાયો

ગાંધીનગરના અડાલજ ખાતે આજ રોજ એટલે કે,આજ રોજ એક અતિ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો છે. આ ભવ્ય સમારોહમાં મોટી સંખ્યામાં ગૌસેવકો ઉમટ્યા છે. તેની સાથે સાથે સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાંથી ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌમાતાને સુરક્ષા અને રાષ્ટ્રમાતા તરીકેનું સન્માન આપવાનો છે.

ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા માંગણી

અડાલજ ખાતે યોજાયેલા આ સમારોહમાં આયોજકો દ્વારા ભારતભરમાંથી અંદાજે 15 કરોડથી વધુ હસ્તાક્ષરો ભેગા કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ભેગા કરાયેલા હસ્તાક્ષરો સાથે પ્રાર્થના પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને સોંપવામાં આવશે, તેવું આયોજકોથી માહિતી જાણવા મળી છે.

300 સંતો ઉપસ્થિત રહેશે

અડાલજ ખાતે યોજાયેલા સમારોહમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત જગતગુરુ દિલીપદેવાચાર્યજી અને હરિદ્વારના સંત અમૃતાનંદજી સહિત 300થી વધુ સંતો ઉપસ્થિત રહેવાના છે. તેમજ અંદાજે 1 લાખથી વધુ ગૌભક્તો કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ પ્રાર્થનાપત્રના માધ્યમથી ગૌમાતાને રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તે અંગે સરકાર નિર્ણય લે તેવી માંગ મૂકાશે.