Paresh Goswami Statement: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સ્થિત ખીરસરા મુકામે કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત પ્રદેસ કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોની એક મોટી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં વિક્રમભાઈ માડમ, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કરશનદાસબાપુ ભાદરકા, પાલ આંબલિયા અને પરેશ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું?
આ ખેડૂત મહાસભાનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ, જમીન માપણીના છબરડાનો કાયમી નિવારણ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સહાયની રકમ વધારવી. જેને પગલે ખેડૂત આગેવાનોએ સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી કે, જો વહેલી તકે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 2222 ફોર વ્હીલ સાથે ગાંધીનગર કુચ કરવાં આવશે.
આ તકે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સભામાં હાજર ખેડૂતોને સંબોધિત કરીને જણાવ્યું કે, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ખેડૂતો દેખાય છે. આ ખેડૂતોએ રેકોર્ડ તોડી નાખ્યો છે.
કરશનદાસ ભાદરકાને લઈને મોટું નિવેદન
ખેડૂતોની વિશાળ સંખ્યા જોઈને જો સરકારને થાય કે, ગુજરાતનો ખેડૂત પોતાના હક માટે મેદાને ઉતર્યો છે. તો આ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ ખેડૂત તરફી નિર્ણય લેવો જોઈએ.
કરશનદાસ ભાદરકાને ઉદ્દેશીને કહ્યું કે, હું અને કરશનદાસ બાપુ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા. સા઼ડા પાંચ વર્ષ સુધી ભેગા હતા. બાપુને મેં આશીર્વાદ આપ્યા કે, 2027માં તમે ધારાસભ્ય થાવ.. હું કોઈ રાજકારણનો માણસ નથી. ગુજરાતની 183 સીટો છે જેમાં હું 40 સીટો પર અપક્ષ લડું તો ગુજરાતના ખેડૂતો મને જીતાડી દે. જ્યારે પણ ખેડૂતના હકની વાત આવશે તો અમે ઉભા રહીશું.
ખેડૂતોનું હિત સર્વોપરી- પરેશ ગોસ્વામી
આજે કિસાન સંઘર્ષ સમિતિ અન્ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સભાનું આયોજન કરવામાં આવ્યું આપણી 3 મુખ્ય માંગોને લઈને સરકાર સામે ખેડૂતોને હક અપાવવો છે. જેથી અમે કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસને સાથ આપ્યો. ખેડૂતો માટે જે પણ લડશે. તેને અમારુ સમર્થન છે. ખેડૂતોનું હિત સર્વોપરી છે . ગુજરાત કે દ્વારકાની જમીન માપણીમાં અન્યાય થયો હોય તો ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. ગમે ત્યાં વીજપોલ નખાઈ રહ્યા છે. જેથી ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. તેની સામે ખેડૂતોને તેમનો હક્ક મળવો જોઈએ. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ.
