Swaminarayan Controversial Statement: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદનનો વિવાદ એક પછી એક સામે આવી રહ્યો છે. સુરતના વેદરોડ સ્થિત ગુરુકુળના નિલકંઠચરણ સ્વામીએ દ્વારકાધીશજી અંગે કરેલા નિવેદન અને શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં લખાણનો વૈષ્ણવ ભક્તોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે પબુભા માણેકે પણ વિરોધ કરતા કહ્યું છે કે, દ્વારકાધીશ છે ને દ્વારકાધીશ તો તરત પરચા આપે છે વાર નહીં લાગે. તમારામાં હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રહેવા દો.
પબુભા માણેકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, દ્વારકાધીશ છે ને એ સંઘર્ષ કરીને અવતાર છે તો આ બધું મને એમ લાગે છે કે આ બધું હવે આ દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તેના લગભગ દિવસો પૂરો થવા આવ્યા લાગે છે. કારણ કે સનાતન ધર્મ ચારે યુગની અંદર સનાતન સત્ય છે તો કોઈ પણ અત્યારે નવા નવા કોઈ ઉપડ્યા તો એના કોઈ વિરોધ નથી કરતા હિન્દુએ વિરોધ નથી કોઈ નથી પણ તમે તમારી જગ્યાએ રહ્યો. કોઈ પણ ભગવાન અમે કહીએ કે હાલો સ્વામિનારાયણ તો એ પ્રકાર છે સ્વામિનારાયણનો એ પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ આ એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઈ. રાવણે તપ કર્યું અને રાવણને છે ને અતિશય અભિમાન આવ્યું પછી કંસને એવી રીતનું આવ્યું બધાને અભિમાન આવ્યા છે.
આ પણ વાંચો
તેમણે વધુમાં કહ્યું કે, તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા પૈસા ફૂલ વધી ગયા લાગે છે અને કાંઈક આવી રીતે તાકાત હોય ને કે આવી કબૂતી સુજે નહીં. ને ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો એ એમને કહું છું કે આવા જે જેને ધર્મ વિશે ખબર નથી સનાતન વિશે ખબર નથી આવા તમારા તમારામાં હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રહેવા દો કેમ કે આપણા સનાતન ધર્મની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણો ધર્મ વિશેષ છે એ છે પરંતુ કદાચ ઇસ્લામને કે બીજાને કે ત્રીજાને કહેવાનો અધિકાર આપણે નથી તો તમે તો હિન્દુ ઉપર નભો છો અને આ રીતની વાતો કરો છો તો આ બધું સંભાળી લ્યો અને જે તમે ધર્મને માનતા હોય એને માનો સારી રીતે માનો કાંઈ વાંધો નહીં પણ સનાતન ધર્મને કોઈ પણ સાર લાગે એવું અશબ્દ બોલો માં. ને એમાં પણ દ્વારકાધીશ છે ને દ્વારકાધીશ તો તરત પરચા આપે છે વાર નહીં લાગે શિવ શિવ.
