Shivrajpur Beach: વેકેશનના દિવસોમાં દ્વારકામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ જો તમે પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છો તો શિવરાજપુર બીચની મુલાકાત અચૂક લેજો. કારણ કે અહીં જવાથી ધાર્મિકયાત્રા સાથે તમામ લોકોને સરસ પિકનિક જેવો અનુભવ પણ થશે.
શિવરાજપુરનો દરિયો ગોવાના દરિયાની તમને યાદ અપાવ છે. કારણે કે અહીંનો દરિયો શાંત અને એકદમ ચોખ્ખો છે. અહીં તમને નાવાની અને ફોટોગ્રાફી કરવાની મજા પડશે. શિવરાજપુર બીચ પર જાઓ ત્યારે સ્વિમિંગ માટેના કપડા અલગથી લઈને જવા. સાથે ચપ્પલ, પુરતા પ્રમાણમાં પીવાનું પાણી, નાસ્તા સાથે લઈ જવું.
જો દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી તમે ઈસ્કોન ગેટ થઈ દ્વારકાના બસ સ્ટેશન પાસે આવી જજો. અહીં તમને શિવરાજપુર બીચ પર જવા માટે પુરતા પ્રમાણમાં રિક્ષા મળી જશે. જે તમને દરેક વ્યક્તિ દીઠ 50થી 70 રૂપિયામાં શિવરાજપુર બીચ પર લઈ જશે. પ્રાઈવેટ રિક્ષા તમને 350થી 500 સુધીમાં લઈ જશે.
આ પણ વાંચો
અહીં બીચ પર ગરમા ગરમ નાસ્તા પાણીની પણ સારી એવી વ્યવસ્થા છે. અહીં તમને બાફેલી મકાઈ, ગરમાગરમ મેગી પણ 40 રૂપિયામાં મળશે. સાથે એકદમ ઠંડી ગામઠી છાશનો ગ્લાસ તમને માત્ર 20 રૂપિયામાં મળશે. વળી દરિયામાંથી બહાર આવ્યા બાદ મીઠા પાણીથી નાવાની સુવિધા પણ અહીં બીચ પર છે. હાલ મોટાભાગની રાઈડ તો અહીં બંધ છે. છતા તમને અહીં નાવાની અને ફરવાની મજા પડી જશે.