Devbhumi Dwarka Rain: ખંભાળિયાની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાયા, નગરપાલિકાની ટીમે 25 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 28 Aug 2024 12:02 PM (IST)Updated: Wed, 28 Aug 2024 12:02 PM (IST)
heavy-rains-in-devbhumi-dwarka-district-more-than-25-people-moved-to-safe-place-due-to-waterlogging-situation-in-khambhalia-gujarat

Devbhumi Dwarka Rain: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ પડતાં YKGN સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓખા પોર્ટ નજીક 13 માછીમારોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

naidunia_image

ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને જરૂર જણાયે તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18.16 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા આંકડા મુજબ જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં 18.16 ઇંચ, ભાણવડ તાલુકામાં 10.72 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 10.40 ઇંચ તેમજ દ્વારકા તાલુકામાં 10.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.