હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18.16 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા આંકડા મુજબ જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં 18.16 ઇંચ, ભાણવડ તાલુકામાં 10.72 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 10.40 ઇંચ તેમજ દ્વારકા તાલુકામાં 10.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં અત્યાર સુધીનો વરસાદ જોઈએ તો ખંભાળિયા તાલુકામાં 1900 mm, દ્વારકા તાલુકામાં 1782 mm, કલ્યાણપુર તાલુકામાં 1674 mm અને ભાણવડ તાલુકામાં 1121 mm વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકાના આટલા તાલુકામાં વરસાદ થયો
- ભાણવડમાં 268 mm
- દ્નારકામાં 251 mm
- કલ્યાણપુરમાં 260 mm
- ખંભાળિયામાં 454 mm
