Dwarkadhish Temple Timings for Krishna Janmashtami: શ્રાવણ માસના પવિત્ર તહેવાર એવા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026 (શ્રાવણ વદ-8) ના રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. આ પાવન અવસરે જગત મંદિર તરીકે પ્રખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડે છે. ભાવિકોની સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા જન્માષ્ટમી અને તેના પછીના દિવસે એટલે કે પારણા નોમ (5 સપ્ટેમ્બર) માટે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતીનો નવો સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે 4 અને 5 સપ્ટેમ્બરનો સંપૂર્ણ કાર્યક્રમ નીચે મુજબ રહેશે:
4 સપ્ટેમ્બર: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારના દર્શનનો કાર્યક્રમ
જન્માષ્ટમીના પવિત્ર દિવસે સવારે મંગળા આરતીથી લઈને બપોરના રાજભોગ સુધી દર્શનનો ક્રમ આ પ્રમાણે રહેશે:
| સમય | દર્શનની વિગત |
| સવારે 06:00 વાગ્યે | મંગળા આરતી |
| સવારે 06:00 થી 08:00 | મંગળા દર્શન |
| સવારે 08:00 થી 09:00 | શ્રીજીને ખૂલ્લે પડદે સ્નાન દર્શન (અભિષેક દર્શન) |
| સવારે 09:00 થી 09:45 | ભીતર પૂજા (દર્શન બંધ) |
| સવારે 09:45 થી 10:00 | દર્શન |
| સવારે 10:00 થી 10:15 | સ્નાન ભોગ (દર્શન બંધ) |
| સવારે 10:15 થી 10:45 | દર્શન |
| સવારે 10:45 થી 11:00 | શૃંગાર ભોગ (દર્શન બંધ) |
| સવારે 11:00 વાગ્યે | શૃંગાર આરતી |
| સવારે 11:00 થી 11:30 | દર્શન |
| સવારે 11:30 થી 12:00 | ગ્વાલ ભોગ (દર્શન બંધ) અને દર્શન |
| બપોરે 12:00 થી 12:30 | રાજભોગ (દર્શન બંધ) |
| બપોરે 12:30 થી 01:00 | દર્શન |
| બપોરે 01:00 થી 05:00 | અનોસર (દર્શન બંધ) |
સાંજના દર્શન અને આરતીનો સમય
બપોરના વિરામ બાદ સાંજે ઉત્થાપન દર્શનથી લઈને રાત્રિના શયન દર્શન સુધીનો કાર્યક્રમ:
| સમય | દર્શનની વિગત |
| સાંજે 05:00 વાગ્યે | ઉત્થાપન દર્શન |
| સાંજે 05:00 થી 05:45 | દર્શન |
| સાંજે 05:45 થી 06:00 | ઉત્થાપન ભોગ (દર્શન બંધ) |
| સાંજે 06:00 થી 07:30 | દર્શન |
| સાંજે 07:30 થી 07:45 | સંધ્યા ભોગ (દર્શન બંધ) |
| સાંજે 07:45 થી 08:00 | સંધ્યા આરતી |
| સાંજે 08:00 થી 08:10 | શયન ભોગ (દર્શન બંધ) |
| સાંજે 08:10 થી 08:30 | દર્શન |
| સાંજે 08:30 વાગ્યે | શયન આરતી |
| રાત્રે 08:30 થી 09:00 | દર્શન |
| રાત્રે 09:00 થી 12:00 | અનોસર ભોગ (દર્શન બંધ) |
મધ્યરાત્રિએ શ્રીજીના જન્મોત્સવના દર્શન
ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે મધ્યરાત્રિએ મંદિરમાં વિશેષ આરતી અને ઉત્સવનું આયોજન કરવામાં આવશે:
| સમય | દર્શનની વિગત |
| મધ્યરાત્રિ 12:00 વાગ્યે | જન્મોત્સવ ઉત્સવ આરતી |
| મધ્યરાત્રિ 12:00 થી 12:30 | જન્મોત્સવ દર્શન |
| મધ્યરાત્રિ 02:30 વાગ્યે | અનોસર (મંદિર બંધ) |
5 સપ્ટેમ્બર: શ્રાવણ વદ-9 (પારણા નોમ) નો સમયપત્રક
જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે પારણા નોમના રોજ સવારે શૃંગાર આરતીથી દર્શનની શરૂઆત થશે. આ દિવસનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે:
| સમય | દર્શનની વિગત |
| સવારે 07:00 વાગ્યે | શૃંગાર આરતી |
| સવારે 07:00 થી 09:00 | દર્શન |
| સવારે 09:00 થી 09:15 | મધ્યાન ભોગ (દર્શન બંધ) |
| સવારે 09:15 થી 10:00 | દર્શન |
| સવારે 10:00 થી 10:15 | રાજભોગ (દર્શન બંધ) |
| સવારે 10:15 થી 10:30 | દર્શન |
| સવારે 10:30 થી 05:00 | અનોસર (મંદિર બંધ) |
| સાંજે 05:00 વાગ્યે | ઉત્થાપન |
| સાંજે 05:00 થી 06:00 | દર્શન |
| સાંજે 06:00 થી 07:00 | અભિષેક (દર્શન બંધ) |
નોંધ: 5 સપ્ટેમ્બરે સાંજના અન્ય કાર્યક્રમો મંદિરના સામાન્ય અને નિયતક્રમ મુજબ જ રહેશે.
